________________
સુધીનું પણ પ્રજનવાન છે એવી રીતે આ જીવ નામને પદાર્થ છે તે પુદ્ગલના સંગથી અશુદ્ધ અનેક રૂપ થઈ રહ્યો છે. તેના, સર્વ પરથી ભિન્ન, એક જ્ઞાયકપણું માત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ રૂપ પ્રાપ્તિ-એ ત્રણે જેમને થઈ ગયાં તેમને તે પુલ સંગ જનિત અનેકરૂપપણાને કહેનારે અશુદ્ધનય કાંઈ પ્રજનવાન નથી, પણ જયાં સુધી શુદ્ધભાવની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી જેટલું અશુદ્ધ નયનું કથન છે તેટલું યથાપદવી પ્રયજન વાળું છે. જયાં સુધી યથાર્થજ્ઞાન-શ્રદ્ધાનની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તે જેનાથી યથાર્થ ઉપદેશ મલે છે એવાં જિન વચનનું સાંભળવું, ધારણ કરવું, તથાં જિન વચનોને કહેનારા શ્રી જિન-ગુરુની ભક્તિ જિનબિંબનાં દર્શન ઈત્યાદિ વ્યવહાર માર્ગમાં પ્રવૃત્ત થવું આવશ્યક છે. અને જેમને શ્રદ્ધા જ્ઞાન તે થયાં છે પણ સાક્ષાત્ પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વ કથિત કાર્ય, પારદ્રવ્યનું આલંબન છોડવા રૂપ અવ્રત-મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુપ્તિ, પંચ પરમેષ્ટીના ધ્યાન રૂપ પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોને અભ્યાસ કરે ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પિતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું-એવો વ્યવહારનયને ઉપદેશ અંગીકાર કરવો જરૂર છે. વ્યવહારનયને કથંચિત્ અસત્યાર્થ કહેવામાં આવ્યું છે, પણ છે કે તેને સર્વથા અસત્યાર્થ જાણું છોડી દે અને શુભેપગરૂપ વ્યવહાર પણ છેડે તે શુદ્ધોપગની સાક્ષાત પ્રાપ્તિ ન થતાં ઉલટે અશુભ પગમાં જ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તેમ છારૂપ પ્રવર્તે, તે નરકાદિ ગતિ તથા પરંપરા