________________
૩૧૮
સર્વથા કદી પણ અવ્યક્ત નથી થતો પણ શક્તિ કદી કદી વ્યક્તરૂપ પણ થાય છે અને કદી અવ્યક્તરૂપ પણ થાય છે. જ્ઞાન આત્માને સ્વભાવ છે તે સંસાર-અવસ્થામાં જે કે વિકૃત થાય છે, તે પણ તે સર્વથા અવ્યક્ત થતો નથી. આત્મામાં વિભાવરૂપ પરિણત થવાની શકિત કે વિદ્યમાન છે તે પણ તે વિકૃતિના કારણના અભાવમાં વિકૃત થતી નથી. સિદ્ધાત્મામાં પણ તે શક્તિ વિદ્યમાન છે છતાં તે મુક્તાવસ્થામાં વ્યક્ત થતી નથી. કારણ કે તેને વ્યક્ત કરવાવાલા કારણને (કર્મ) અભાવ છે. આત્માશુદ્ધ જ્ઞાનઘનેકસ્વભાવવાલો છે, વ્યવહારથી તેના જ્ઞાન દર્શનાદિ ભેદ કરવામાં આવે છે જ્ઞાન દર્શનાદિ વ્યવહારની દૃષ્ટિથી જુદા જુદા દેખાય છે તે પણ તે જ્ઞાયકભાવરૂપ જ છે, જ્ઞાયકભાવરૂપ એક સ્વભાવની અપેક્ષાથી જ્ઞાન દર્શનાદિ અનેકરૂપ હોવાથી યથાર્થ નથી રાગદ્વેષાદિ ઔદયિકભાવ છે કે જીવના સ્વતસ્વરૂપ બતાડવામાં આવેલ છે તે પણ તે ચૈતન્ય સ્વભાવ અને અચેતન સ્વભાવના સંગરૂપ હેવાથી યથાર્થ નથી.
બદ્ધપૃષ્ણત્વ, અન્યત્વ, અનિયતત્વ, સવિશેષત્વ અને સંયુકતવરૂપ ભાવ સર્વથા અયથાર્થનથી. તેઓને આત્માના વિભાવિક અવસ્થા સાથે સંબંધ છે. અર્થાત્ સંસારની અપેક્ષાથી તે ભાવ કર્થચિત યથાર્થ છે પણ જે તે ભાવ સર્વથા અયથાર્થ હત અર્થાત અવિદ્યમાન હેત તે યથાર્થ આત્માની પ્રાપ્તિનો ઉપાય શાસ્ત્રકાર શા માટે બતાડતી સાંખ્ય, પુરુષ (આત્મા) ને સર્વથા અબદ્ધ માને છે પણ જૈનદર્શન આત્માને શુદ્ધ દ્રવ્યાકિનયની દૃષ્ટિથી અબદ્ધસ્કૃષ્ટ માને છે તે પણ વ્યવહાર