________________
૩૨૬
આ વાત દૃષ્ટાંતથી ખંતાવીએ છીએ ઃ- જેમ પ્રમળ કાદેવના મળવાથી જેના સહજ એક નિર્મળભાવ તિાભૂત (આચ્છાદિત) થઈ ગયા છે એવા જળના અનુભવ કરનાર પુરુષા-જળ અને કાદવના વિવેક નહિ કરનારા ઘણા તા, તેને (જળને) મલિન જ અનુભવે છે; પણ કેટલાક પેાતાના હાથથી નાખેલા તકળ (નળી ઔષધિ) ના પડવામાત્રથી ઉપજેલા જળ–કાદવના વિવેકપણાથી, પેાતાના પુરુષાકારદ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નિર્માંળભાવપણાને લીધે, તેને (જળને) નિર્મળ જ અનુભવે છે. એવી રીતે પ્રખળ કર્મના મળવાથી જેના સહજ એક જ્ઞાયકભાવ તિીભૂત થઇ ગયા છે એવા આત્માના અનુભવ કરનાર પુરુષ-આત્મા અને કર્મના વિવેક નહિ કરનારા, વ્યવહારથી વિમાહિત હૃદયવાળાએ તા, તેને (આત્માને) જેમાં ભાવાનું વિશ્વરૂપપણ (અનેકરૂપપણ) પ્રગટ છે એવા અનુભવે છે; પણ ભૂતા શીઆ (શુદ્ધનયને દેખનારાઓ) પેાતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધનય અનુસાર મેષ થવામાત્રથી ઉપજેલા આત્મ-કર્મના વિવેકપણાથી પેાતાના પુરુષાકારદ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહેજ એકજ્ઞાયકવભાવપણાને લીધે, તેને (આત્માને) જેમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવા અનુભવે છે. અહીં, શુદ્ધનય કતમૂળના સ્થાને છે તેથી જે શુદ્ધનયના આશ્રય કરે છે તેઓજ સમ્યક અવલેાકન કરતા (હાવાથી) સમ્યગ્દષ્ટિ છે પણ બીજા ( જે અશુદ્ધનયને સર્વથા આશ્રય કરે છે તે ) સભ્યદૃષ્ટિ નથી. માટે ક`થી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહારનય અનુસરવા ચોગ્ય નથી.
'