________________
૩૨૫
યાકારના સંપર્કથી જ્ઞાન ભલે ખંડ ખંડ રૂપે દેખાતું હોય, પરંતુ તે જ્ઞાનમાં સામાન્ય જ્ઞાનને સદભાવ હોવાથી તે સામાન્ય જ્ઞાનથી જુદુ નથી. આત્માની માફક જ્ઞાન પણું અખંડ હેવાથી આત્મા અને જ્ઞાનમાં તાદાત્મ સંબંધ થઈ શકે છે, તેથી શ્રુતજ્ઞાન સ્વયં આત્મા હોવાથી આત્માનુભૂતિને અર્થ જ્ઞાનાનુભૂતિ જ છે. જિનશાસન કૃતજ્ઞાન હોવાથી આત્માની અનુભૂતિ છે તે જ જિનશાસનની અનુભૂતિ છે. અહીં જિનશાસનથી અર્થાત શ્રુતજ્ઞાનથી ભાવકૃતજ્ઞાન જ ગ્રહણ કરવા ગ્યા છે. (અભીષ્ટ છે.) કારણ ગાથા સૂત્રમાં જિનશાસનનું “પાત્રા” એવું વિશેષણ આપેલ છે. જેનાથી અર્થનું પ્રતિપાદન થાય છે તેને અપદેશ કહેશે અને અપદેશને અર્થ છે શબ્દ અને શબ્દથી વ્યકૃત અભીષ્ટ છે. (ગ્રહણ કરવાયોગ્ય છે) શબ્દથી જે કહેવામાં આવે છે અને જ્ઞાનથી જેની અનુભૂતિ થાય છે તેને અપદેશ સૂત્રમધ્ય કહે છે. તાત્પર્ય વૃતિમાં જિનશાસનને ભાવક્રુત કહ્યું છે. ___व्यवहारोऽभूतार्थो भूताओं दर्शितस्तु शुद्धनयः। . भूतार्थमाश्रितः खलु सम्यग्दृष्टिर्मवति जीवः ॥३७३॥ અન્યથાર્થ -વ્યવહારનય અભૂતાઈ છે અને શુદ્ધનય ભૂતાઈ છે એમ બાલીશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થને આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. ટીકા -વ્યવહારનય બધેય અભૂતાઈ હેવાથી અવિદ્યમાન, અસત્ય અભૂત અર્થને પ્રગટ કરે છે અને શુદ્ધનય એક હોવાથી ભૂતાઈ છે તેથી વિદ્યમાન, સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે છે)