________________
૩૩૧
અને તાપૂર્યવૃતિકાર શ્રી જયસેનાચાર્ય અનુસાર આ ગાથાના વિષયમાં વિચાર કરવા ગ્ય છે.) व्यवहारनिश्चयो यः प्रबुध्य तत्त्वेन भवति मध्यस्थः । पामोति देशनायाः स एव फलमविकलं शिष्यंः ॥३७४॥ અર્થ- જે જીવ વ્યવહારનય અને નિશ્ચયનયને વસ્તુસ્વરૂપ દ્વારા યથાર્થરૂપ જાણુ મધ્યસ્થ થાય છે. અર્થાત નિશ્ચયનય અને વ્યવહારનયના પક્ષપાત રહિત થાય છે તે જ શિષ્ય ઉપદેશના સપૂર્ણ ફલને પ્રાપ્ત થાય છે. ભાવાર્થ – શ્રેતામાં અનેક ગુણેની આવશ્યકતા છે. પરંતુ તે સર્વમાં વ્યવહાર નિશ્ચયને જાણી હઠગ્રાહી ન થવું તે મુખ્ય ગુણ છે. વ્યવહારનય અને નિશ્ચયનયને જાણવાવાલા આચાર્ય જગતમાં ધર્મતીર્થને પ્રવર્તાવે છે. નિશ્ચયનયા- “રાતિપિ ” અર્થાત્ જે સ્વાશ્રિત હોય છે તેને નિશ્ચયનય કહે છે. તેના ઉપદેશની મુખ્યતાથી શરીરાદિક અનાદિ પરદ્રવ્યોના એકત્વશ્રદ્ધાનરૂપ અજ્ઞાન ભાવનો અભાવ થાય છે. ભેદવિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તથા સર્વ પરદાથી ભિન્ન પિતાના શુદ્ધચેતન્યસ્વરૂપને અનુભવ થાય છે. ત્યારે જીવ પરમાનંદ દશામાં મગ્ન થઈ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. જે કોઈ અજ્ઞાની જીવ તેને જાણ્યા વગર ધર્મમાં વિલીન થાય છે, તે શરીરાદિક ક્રિયાકાન્ડને ઉપાદેય માની સંસારના કારણે ભૂત શુભેપયેગને જ મુક્તિનું કારણ માની સ્વરૂપથી ભ્રષ્ટ થઈ સંસારમાં