________________
૩૫
તે પ્રમાણે ચારિત્રથી કનષ્ટ થાય છે. “ રાત્રિ ચારિત્ર તેજ ધર્મ છે. અને ધર્મ તે મેહ ભ રહિત આત્માનું સમતા પરિણામ છે. માટે હે ભયો ! વ્યવહાર ચારિત્ર ધારણ કરી (સાધન) સાધ્યરૂપી નિશ્ચયચારિત્રની (આત્મરમણતા) સિદ્ધિ કરે.
खाइपूजालाई सकाराई किमिच्छसे जोई। - इच्छसि जइ परलोयं तेहिं किं तुज्झ परलोयं ॥३७७ અર્થ - હે જ્ઞાની ! તું તારે પરલોક સુધારવા ઈચ્છા કરે છે તે ફરી તું તારી પ્રસિદ્ધિની ઈચ્છા કેમ કરે છે? તું મેટાઈ મેળવવાની ઈચ્છા કેમ કરે છે? કોઈપણ પ્રકારની લાભની ઈચ્છા કેમ કરે છે? કેઈ (અન્ય) થી આદરસત્કાર કરાવવાની ઈચ્છા કેમ કરે છે? હે જ્ઞાની ! આવી તારી પરિણતિથી અર્થાત્ આવી વાતેના લક્ષથી (અભિપ્રાયથી) તારે પરલેક કદી પણ સુધારી શકશે નહીં.
ભાવાર્થ – પરલેકમાં આત્માને સુખની પ્રાપ્તિ થવી, મોક્ષની પ્રાપ્તિ થવી તે જ પરલોકનું સુધરવાપણ છે મોક્ષની પ્રાપ્તિ આદર, સત્કાર અથવા ખ્યાતિ પૂજા લાભથી થઈ શકતી નથી. તેથી એવી ઈચ્છા કરવી સર્વથા નકામી છે. મોક્ષની પ્રાપ્તિ રત્નત્રયથી થાય છે. માટે તે જ્ઞાની! તું માનાદિને છેડી એકાંતમાં રત્નત્રયની આરાધના કર, કે જેથી તેને મેક્ષ લક્ષ્મીની પ્રાપ્તિ થશે.