________________
અજ્ઞાની જીવ નિશ્ચયનયને જાણ્યા વગર વ્યવહારને જ નિશ્ચય માની બેઠા છે. આત્માના શ્રદ્ધાન, જ્ઞાન, આચરણરૂપ મોક્ષ માર્ગને નહી જાણતા જીવ વ્યવહારરૂપ દર્શન, જ્ઞાન, ચારિત્રના સાધનને જ પોતે મોક્ષ માર્ગ માની બેઠે છે. અર્થાત્ અરિહંતદેવ, નિર્ગથ ગુરુ, દયામયી ધર્મના સાધનને અને કિંચિત જિનવાણીને જાણે પિતાને સમ્યજ્ઞાની માની બેઠા છે. વળી મહાવ્રતાદિ ક્રિયાના સાધન માત્રથી પિતાને ચારિત્રવાન માને છે. એ પ્રમાણે અજ્ઞાની જીવ શુભેપગમાં સંતુષ્ટ થઈ શુદ્ધોપાગરૂપ મોક્ષમાર્ગમાં પ્રમાદી થઈ જાય છે અર્થાત્ કેવલ વ્યવહારને જ અવલમ્બી થઈ જાય છે. તેથી નિશ્ચયનયને ભૂતાર્થ અને વ્યવહારનયને અભૂતાર્થ કહ્યો છે. એ પ્રમાણે વ્યવહારનય અને નિશ્ચયનય બનેનું યથાપદવી સાર્થકપણું બતાવ્યું છે. એકાંતને આગ્રહ ન કર વસ્તુ સ્વરૂપ જ સ્યાદવાદરૂપ છે. માટે
જ્યાં જ્યાં જે જે પ્રમાણે એગ્ય છે ત્યાં ત્યાં તે તે પ્રમાણે જાણી શ્રદ્ધાન કરવું તેનું નામ સમ્યજ્ઞાન છે. સામાન્ય વિશેષાત્મક વસ્તુનું સ્વરૂપ છે, સામાન્ય નિશ્ચયનયને વિષય છે અને વિશેષ વ્યવહારનયને વિષય છે. બન્ને મળી પ્રમાણજ્ઞાન છે. - अज्झयणमेव झाणं पंचेदियणिग्गहं कसायं पि। ''
तत्ते पंचमकाले पवयणसारब्भासमेवकुज्जाहो ॥३७५॥ અર્થ - પ્રવચનસાર (જિનાગમ) ને અભ્યાસ, ભણવું, ભણાવવું, ચિંતવન-મનન અને વરતુસ્વરૂપને વિચાર જ ધ્યાન છે. જિનાગમના અભ્યાસથી ઈન્દ્રિયેને નિરોધ (નિગ્રહ) મનનું