________________
૩૩ર
પરિભ્રમણ કરે છે. એટલા માટે નિશ્ચયનયના મુખ્ય કથનને જાણવું પરમાવશ્યક છે અને નિશ્ચયનયને જાણ્યા વગર યથાર્થ ઉપદેશની પ્રાપ્તિ થતી નથી.
વ્યવહારનયા-“વરાતિવ્યવદાર પારદ્રવ્યના આશ્રિતે તે વ્યવહાર છે તે પરાશ્રિતરૂપ ઉપચાર કથન કહેવાય છે. વ્યવહાર નયથી જીવ શરીરાદિક સંબંધરૂપ સંસાર દશાને જાણી સંસારના કારણભૂત આસવ, બંધને નિર્ણય કરી મુકિત કરવાના ઉપાયરૂપ સંવર, નિર્જશ તમાં પ્રવૃત થાય છે. પરંતુ જે અજ્ઞાની જીવ આ વ્યવહારનયને જાણ્યા વગર શુદ્ધોપયોગી થવાનો પ્રયત્ન કરે તે તે પહેલાથી જ વ્યવહાર સાધનને છોડી પાપાચરણમાં મગ્ન થઈ નરકાદિ દુઃખમાં જઈ પડે છે. એટલા માટે વ્યવહાર સાધના ને જાણવું પરમાવશ્યક છે. (જુવો નિયમસાર ગાથા ૪પ.) શંકાકાર- હે ભગવંત! નિશ્ચયનય પદાર્થના યથાર્થ સ્વરૂપને બતાવે છે તે વ્યવહારનયનું કથન કરવાથી શું લાભ (કાર્યકારી) છે? અર્થાત કાંઈ જ નથી. કારણકે આપ નિશ્ચયનયને ભૂતાર્થ સત્યાર્થ કહે છે અને વ્યવહારનયને અભૂતાર્થ—અસત્યાર્થ કહો છો.
ઉત્તર-અજ્ઞાની જીવને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે વ્યવહારનયને ઉપદેશ આપીએ છીએ. કારણ કે તે જીવને વ્યવહારને પરિચય છે, તેનાથી નિશ્ચયને બંધ કરાવવા વ્યવહારનયથી સમજાવવામાં આવે છે. જેમકે : ઘીને ઘડે કહેવાથી તેનું જ્ઞાન તેને જલદી થઈ જાય છે કેમકે તેને તે ભાષાને પરિચય છે.