________________
કરછ
ભાવાર્થ- અહીં વ્યવહારનયને અભૂતાર્થ અને શુદ્ધાથને ભૂતાર્થ કહે છે. જેને વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય તેને અભૂતાર્થ કહે છે. વ્યવહારનયને અભૂતાર્થ કહેવાને આશય એ છે કે શુદ્ધનયને વિષય અભેદ એકાકારરૂપ નિત્ય દ્રવ્ય છે, તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતું નથી, માટે તેની દષ્ટિમાં ભેદ અવિદ્યમાન, અસત્યાર્થ જ કહેવું જોઈએ. એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. જે એમ માનવામાં આવે તે તે જેમ વેદાન્તમતવાળાએ ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયાસ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધબ્રહ્મને વસ્તુ કહે છે, એવું ઠરે અને તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ મિથ્યાષ્ટિને જ પ્રસંગ આવે. માટે અહીં એમ સમજવું કે જિનવાણી સ્યાદવાદરૂપ છે, પ્રજનવશ નયને મુખ્ય-ગણુ કરીને કહે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારને પક્ષ તે અનાદિકાળથી જ છે અને એ ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણુમાં વ્યવહારને ઉપદેશ શુદ્ધનયને હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધનયને પક્ષ તે કદી આવ્યો નથી અને એને ઉપદેશ પણ વિરલ છે-કયાંક કયાંક છે. તેથી ઉપકારી શ્રીગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એ ઉપદેશ પ્રધાનતાથી (મુખ્યતાથી) દીધું છે કે- “શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે, એને આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માનાં જ્ઞાનશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ થઈ શકતું નથી” એમ આશય જાણ.