________________
૩૭
ગુરુમે આ શુદ્ધનયને પ્રગટ કરી ઉપદેશ કર્યો છે કે બદ્ધપૃષ્ટ આદિ પાંચ ભાવથી રહિત પૂર્ણ જ્ઞાનઘનસ્વભાવ આ આત્માને જાણી શ્રદ્ધાન કરવું, પર્યાયબુદ્ધિ ન રહેવું અહીં કઈ એ પ્રશ્ન કરે કે-એ આત્મા પ્રત્યક્ષ તે દેખાતો નથી અને વિનાદેખે શ્રદ્ધાન કરવું તે જુઠું શ્રદ્ધાન છે તેને ઉત્તર :દેખેલાને જ શ્રદ્ધાન કરવું એતો નાસ્તિક મત છે. જિનમતમાં તે પ્રત્યક્ષ અને પરોક્ષ અને પ્રમાણુ માનવામાં આવ્યાં છે. તેમાં આગળ પ્રમાણ પક્ષ છે તેને ભેદ શુદ્ધનય છે. આ શુદ્ધનયની દષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું, કેવળ વ્યવહાર-પ્રત્યક્ષને જ એકાંત ન કરે.
વિશેષાર્થ- અહીં શુદ્ધ આત્માના કુલ પાંચ વિશેષણ બતાડવામાં આવેલ છેઃ- (૧) અબદ્ધસ્કૃષ્ટ (૨) અનન્યક, (૩) નિયત (૪) અવિશેષ (૫) અસંયુક્ત એ પાંચ વિશેષણ છે તેમાં પહેલા ત્રણ વિશેષણ આત્મા અને કર્મ પરમાણુઓના સંબંધની દૃષ્ટિ સામે રાખીને કહેવામાં આવેલ છે. ચોથું વિશેષ સ્યાદ્વાદની દૃષ્ટિથી આત્માના અનેક ધર્માત્મકત્વને સામે રાખીને કહેવામાં આવેલ છે. પાંચમુ વિશેષણ સ્વભાવની વિકૃતિને દૃષ્ટિમાં રાખી કહેવામાં આવેલ છે. કર્મ પરમાણુઓથી પૃષ્ટ (સંશ્લિષ્ટ) થવું એ આત્માને સ્વભાવ નથી. કર્મબંધથી થતી આત્માની પર્યાય પણ આત્માને સ્વભાવ નથી. અર્થાત્ તે વૈભાવિક પર્યાય યથાર્થમાં આત્માની નથી. કર્મોદયથી થતા આત્મપ્રદેશના સંકોચ-વિસ્તાર પણ પર નિમિત્તજન્ય ડાવાથી અને આત્માનો સ્વભાવ ન હોવાથી યથાર્થ નથી. સ્વભાવ અને શક્તિમાં એટલે ફરક છે કે, સ્વભાવ