________________
૭૫
વૃદ્ધિથી રહિત, વિશેષથી રહિત અને નિમિત્તિક ભાવોથી રહિત જોવામાં આવે તે સર્વ (પાંચ) ભાવથી જે અનેક પ્રકારપણું છે તે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. - અહીં એમ જાણવું કે વસ્તુનું સ્વરૂપ અનંત ધર્માત્મક છે, તે સ્વાવાદથી યથાર્થ સિદ્ધ થાય છે. આત્માપણુ અનંત ધર્મવાળે છે. તેના કેટલાક ધર્મો તે સ્વાભાવિક છે એને કેટલાક પુદ્ગલના
ગથી થાય છે જે કર્મના સંગથી થાય છે, તેમનાથી તે આત્માને સંસારની પ્રવૃતિ થાય છે અને તે સંબંધી સુખદુ:ખ આદિ થાય છે તેમને ભોગવે છે. એ, આ આત્માને અનાદિ અજ્ઞાનથી પર્યાયબુદ્ધિ છે, અનાદિ અનંત એક આત્માનું જ્ઞાન તેને નથી. તે બતાવનાર સર્વસનું આગમ છે. તેમાં શુદ્ધદ્રવ્યાર્થિક નયથી એ બતાવ્યું છે કે આત્માને એક અસાધારણ ચૈતન્યભાવ છે તે અખંડ છે, નિત્ય છે, અનાદિ નિધન છે, તેને જાણવાથી પર્યાયબુદ્ધિને પક્ષપાત મટી જાય છે. પરદ્રવ્યોથી તેમના ભાવોથી અને તેમના નિમિત્તથી થતાં પિતાના વિભાવથી પિતાના આત્માને ભિન્ન જાણે તેને અનુભવ જીવ કરે ત્યારે પર દ્રવ્યના ભાવ રૂ૫ પરિણમતું નથી તેથી કર્મ બંધાતાં નથી અને સંસારથી નિવૃતિ થઈ જાય છે. માટે પર્યાયાર્થિકરૂપ વ્યવહારનયને ગૌણ કરી અભૂતાર્થ (અસત્યાર્થ) કહ્યો છે અને યુદ્ધનિશ્ચયનયને સત્યાર્થ કહી તેનું આલંબન દીધું છે. વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ થયા પછી તેનું પણ આલંબન રહેતું નથી આ કથનથી એમ ન સમજી લેવું કે શુદ્ધનયને સત્યાર્થ કહ્યો તેથી અશુદ્ધનય સર્વથા અસત્યાર્થ જ છે એમ માનવાથી