________________
૩૨૦.
સભાવ દેખવામાં આવત. આત્મપ્રદેશની સાથે સંલિષ્ટ (સંગ) કર્મ પરમાણુ જ્યારે પિતાના સ્વરૂપને અનુભવ કરાવે છે, ત્યારે ચેતનભાવની સાથે અચેતન ભાવને સંગ થઈ જાય છે અને રાગદ્વેષાદિ વૈભાવિકભાવ ઉત્પન્ન થાય છે. ચેતનાચેતન દ્રવ્ય સંલેષથી ઉત્પન્ન થયેલ રાગદ્વેષાદિ વૈભાવિક પર્યાયાની મુખ્યતાથી અચેતનદ્રવ્યના સ્વભાવની સાથે આત્મસ્વભાવનું સંયુક્તપણે યથાર્થ છે; પરંતુ આત્માના શુદ્ધસ્વભાવની અપેક્ષાથી જ્ઞાનઘનેકસ્વભાવની મુખ્યતાની અપેક્ષાથી તે સંયુક્તત્વ ભૂતાર્થ નથી.
यः पश्यति आत्मानं अबद्धस्पृष्टमनन्यमविशेषम् । अपदेशसान्तमध्यं पश्यति जिनशासनं सर्वम् ॥३७२॥
અર્થ-જે પુરુષ આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, અવિશેષ (તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુકત) દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે-કે જે જિનશાસન બાહ્ય દ્રવ્યક્ષત તેમજ અત્યંતર જ્ઞાનરૂપ ભાવકૃતવાળું છે. ટીકા - જે આ અબદ્ધપૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુકત એવા પાંચ ભાવે સ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિન શાસનની અનુભૂતિ છે. કારણ કે શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનના આવિભાવ (પ્રગટપણું) અને વિશેષ યાકાર જ્ઞાનના તિભાવ (આચ્છાદન) થી જ્યારે જ્ઞાનમાત્રને અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ