________________
અર્થ - દ્રવ્યશ્રતથી સમીચીન ભાવBતની પ્રાપ્તિ થાય છે અને ભાવથતથી આત્મસ્વરૂપનું પરિજ્ઞાન થાય છે અને આત્મસંવિત્તિયુક્ત થયાથી કેવલજ્ઞાન થાય છે. ભાવાર્થ - જિનાગમમાં પદાર્થને નિર્ણય સ્યાદ્વાદથી કરવામાં આવતાં વસ્તસ્વરૂપનું યથાર્થજ્ઞાન થાય છે. અર્થાત જિનાગમમાં રત થવાવાલાને મેહનીયેાદયજન્ય બ્રાન્તિ નાશ થઈ જાય છે, અને સંશયને નાશ થતા વ્યકૃતનું યથાર્થજ્ઞાન થાય છે. દ્રશ્રતને યથાર્થજ્ઞાનથી ભાવત (આત્માનુભૂતિ) વ્યક્ત થાય છે અને ભાવAતથી કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે અને કેવલજ્ઞાન પૂર્વક મેક્ષ થાય છે. सुदकेवलं च णाणं दोषिणवि सरिसाणि होति वोहादो। सुदणाणं तुं परोक्खं पञ्चक्खं केवलं गाणं ॥३६३॥ અર્થ - શ્રતજ્ઞાન અને કેવલજ્ઞાન અને સમસ્ત વસ્તુઓના દ્રવ્ય, ગુણપર્યાયને જાણવાની અપેક્ષાએ સમાન છે. વિશેષ એ છે કે શ્રતજ્ઞાન પરોક્ષ અને કેવલજ્ઞાન પ્રત્યક્ષ છે. ભાવાર્થ- જે પ્રમાણે શ્રુતજ્ઞાન સપૂર્ણ દ્રવ્ય અને તેની પર્યાને જાણે છે. તેવી જ રીતે કેવલજ્ઞાન પણું સંપૂર્ણ દ્રવ્ય અને પર્યાને જાણે છે. વિશેષતા એટલી છે કે શ્રુતજ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતાથી થાય છે તેથી અમૂર્ત પદાર્થોમાં અને તેની અર્થ પર્યાય તથા બીજા સૂક્ષ્મ અશોમાં સ્પષ્ટરૂપથી પ્રવૃત્તિ થતી નથી પણ કેવલજ્ઞાન નિરાવરણ હોવાને કારણે બધાય પદાર્થોને સ્પષ્ટરૂપથી વિષય કરે છે.