________________
૩૦૨
*
વિશેષા:- દ્રવ્યશ્રુત દ્વારા ભાવશ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભાવશ્રુતજ્ઞાનથી આત્માના અનુભવ કરવા તેજ યથા માં ભાશ્રુતજ્ઞાન છે તેના પ્રતાપથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાનીને જ સમયસારમાં નિશ્ચયશ્રુતકેવલી કહ્યા છે. પરમાત્મતત્ત્વનું સાધક જે વિશુદ્ધજ્ઞાન દર્શન વભાવરૂપ શુદ્ધ આત્મિકતત્ત્વના સમ્યક્ શ્રદ્ધાન જ્ઞાન અને આચરણરૂપ જે અભેદ રત્નત્રયરૂપ ભાવશ્રુતજ્ઞાન છે તે નિશ્ચયનયથી ગ્રહણ કરવા ચેગ્ય છે અને વ્યવહારનયથી ભાવશ્રુતજ્ઞાનનું સાધક દ્રવ્યશ્રુતને ગ્રહણ કરવું જોઇએ.
णो ववहारेण विणा णिच्छयसिद्धी कयावि णिदिठ्ठा । साहणऊ जम्हा तस्स य सो भणिय ववहारो ॥ ३६४ ॥
અ:- જ્યારે વ્યવહારનય નિશ્ચયનયના સાધનભૂત હેતુ મતાવે છે ત્યારે વ્યવહારનયના અભાવમાં નિશ્ચયનયની સિદ્ધિ કાઇ પણ પ્રકાર નિર્દિષ્ટ થઈ શકતી નથી.
–
ભાવાઃ- સાધનના અભાવમાં સાધ્યની સિદ્ધિ કદાપિ નથી થઈ શકતી એવા ન્યાય શાસ્ત્રના સિદ્ધાંત છે. વ્યવહારનય નિશ્ચય નયની સાધનભૂત હાવાથી તેના અભાવમાં નિશ્ચયનયની સિદ્ધિ કદાપિ નથી થઈ શકતી. અર્થાત્ નિશ્ચય અને વ્યવહાર એ બન્ને નચામાંથી માત્ર કાઇ એકના આશ્ચય કરવાથી મિત્રૈકાન્ત થઈ જાય છે. નિશ્ચય સાધ્ય છે અને વ્યવહાર તેનું સાધક છે. જો માત્ર નિશ્ર્ચયનુંજ અવલંબન કરવામાં આવે તેા વ્યવહાર નકામા થઇ જશે અને સાધક વ્યવહારના અભાવમાં સાધ્ય રૂપ નિશ્ચયની