________________
૨૯૨
વિશેષ ચારે ઈન્દ્રિયથી થાય છે. એમાં માત્ર અવગ્રહ થઈને રહી જાય છે. એમાં ક પદાર્થ છે એ નિશ્ચય કરવાને માટે ઈહા અવાય આદિ થતા નથી, અર્થાવગ્રહમાં ઈહા આદિ થાય છે. ગ્રહણ કર્યા પછી જે તે પદાર્થ હોય તે તે તરફ ઝુકવું એવું જ્ઞાન તે ઈહા છે. નિશ્ચયથી એવું જ હોવું જોઈએ કે આ અમૂક પદાર્થ છે તે અવાય છે; અને એવી ધારણ (યાદી) બેસી જાય કે ફરીને ન છૂટે તે ધારણું છે. આચાર્યોએ મતિના બીજા જે ચાર ભેદ બતાવ્યા છે તે બુદ્ધિ રૂદ્ધિની અપેક્ષાથી છે, તે મુનિઓને હોય છે. જેમ ભંડારમાં અનેક પદાર્થ રાખવામાં આવે, તે પદાર્થો તેવા જ રૂપે મળે છે, તેમ અનેક શાસ્ત્રોનું જ્ઞાન ભિન્ન ભિન્ન રૂપે પ્રાપ્ત કરેલ હતું તેનું તેવી રીતે જ સ્મરણ કરવું, કાળ વીતી જવાથી પણ એવી જ રીતે ભિન્ન ભિન્ન બતાવી આપવું, તે કેટબુદ્ધિ છે. ગ્રંથના એક બીજ (મૂળ) પદ દ્વારા એના અનેક પ્રકારના અર્થોને જાણી લેવા તે બીજબુદ્ધિ છે. ગ્રંથના આદિ, મધ્ય અથવા અંતના કેવળ એક પદાર્થને સાંભળી ને સર્વ ગ્રંથને કહી દેવાની શકિત, તે પદાર્થોનુસારી બુદ્ધિ છે. બાર જોજન લાંબા અને નવ જજન પહોળા ક્ષેત્રમાં રહેવાવાળા હાથી ઘોડા મનુષ્ય આદિના શબ્દોને અલગ અલગ સાંભળી લેવાની શક્તિને સંન્નિશ્રોત્રતાબુદ્ધિ કહે છે. મનન અર્થાત મન અને ઈન્દ્રિથી વર્તમાન કાળવતી પદાર્થોને અવગ્રહાદિ રૂપ જાણવા તે મતિ છે. અનુભવ કરેલ પદાર્થોનું કાલાંતરમાં સ્મરણ થવું તે સ્મૃતિ છે. વર્તમાનમાં કોઈપણ પદાર્થને દેખીને આ એજ છે કે જે પ્રથમ જોયેલ હતું, એવી રીતે જેડરૂપ-સંબંધ રૂપ જ્ઞાન થવું એને સંજ્ઞા અથવા પ્રત્યભિજ્ઞાન પણ કહે છે. અવિના