________________
૨૯૩
ભાવ સંબંધનું જ્ઞાન તે ચિંતા અથવા એને ઉડા તથા તર્ક પણ કહે છે. સમ્મુખ ચિન્હાદિક દેખીને તે ચિન્ડવાળાને નિશ્ચય કરી લે તેને અભિનિબંધ અથવા સ્વાર્થનુમાન પણ કહે છે. એ સર્વે જ્ઞાન મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી થાય છે, માટે મતિજ્ઞાન છે. તે સર્વેભેદ ઉપર ગાથામાં કહેલ ભાવનાના ભેદમાં ગર્ભિત થઈ શકે છે. આત્માનુભવમાં મન દ્વારા આત્માનું ગ્રહણ અથવા મનન થાય છે, તેજ ભેદવિજ્ઞાન છે, અને એજ મેક્ષનું તથા કેવળજ્ઞાનનું સાધન કહેલ છે એમ જાણવું. બુદ્ધિને મતિને પ્રકાર જાણુ. પદાર્થને ગ્રહણ કરવાની શક્તિ તે બુદ્ધિ છે અને મેધા તે સ્મૃતિને પ્રકાર છે કેમકે વિતર્ક પણાના નિષેધ રૂપ છે અથવા એવી જ રીતે ઉહાપોહ (સ્મરણ કરેલ પદાર્થોમાં જુનાધિક્તાને વિચાર કરો તે ઉહ ગુણ છે તથા ત્યાગ કરવા ગ્ય પદાર્થને ત્યાગ કરવો તે અપેહિ ગુણ છે) યેગ્યતાનું નામ પ્રજ્ઞા છે આત્મા વિના શરીરમાં વચનાદિવ્યાપાર થઈ શકતા નથી એવી જાતના તર્કને ચિંતા અથવા ઉહા કહે છે. પ્રતિભા-ઉપમા એ સંજ્ઞાનો પ્રકાર છે માટે સામાન્ય પાર્થને સાદશ્ય દેખવા રૂપે છે. રાત્રિમાં અથવા દિવસમાં અકસ્માત્ બાહા કારા વિના કાલે મારે ભાઈ આવશે એવા જ્ઞાનને પ્રતિભા કહે છે. એ પ્રમાણે મતિયાનના ઘણા ભેદ પ્રભેદે તેના આવરણના અભાવમાં પ્રગટ થાય છે. તે ઉપરાંત જાતિસ્મરણાદિ અનેક ભેદ મતિજ્ઞાનના છે માત્ર ૩૩૬ ભેદ જ નથી તેમ જાણવું. .
विद्वानविद्याशाकिन्या: क्रुरं रोद्ध मुपप्लवम् । निरन्ध्यादपराध्यन्ती प्रज्ञा सर्वत्र सर्वदा ॥३५५॥