________________
સુમતિ-સંક્ષેપથી અર્થને સૂચે (સુચવન કરે) એવું જે પરમાગમ તે સૂવ. સૂત્ર શબ્દને અર્થ એ થાય છે કે જે પદાર્થોને સૂચિત કરે અથવા જે વાકયમાં સંક્ષેપથી ઘણુ પદાર્થોને સંકલ્પ કરી આપવામાં આવે અર્થાત સત્ય યુક્તિએ યુક્ત પ્રવચનને જ સૂત્ર કહે છે અથવા સૂવમતિ મિથ્યાદર્શનના ભેદને સૂચે બતાવે તેને પણ સૂત્ર કહે છે. . જો કે કેવળજ્ઞાન આત્માનું સ્વાભાવિક જ્ઞાન છે અને સર્વે
પર રેયાને યુગપત્ (એક સમયમાં) જાણવાવાળું છે. એટલા માટે આત્માને પણ પ્રત્યક્ષ પણે જાણવાવાળું છે. તે પણ તે કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કારણ જે શુદ્ધોપગ અથવા સામ્યભાવ છે તે ઉપયોગમાં જે નિજાત્માનુભવરૂપ ભાવકૃતજ્ઞાન થાય છે, તે પણ નિજત્વસ્વરૂપને જાણવાવાળું છે. આત્માનું જ્ઞાન જેવું કેવળજ્ઞાનને છે તેવું સ્વસંવેદનમય ભાવકૃતજ્ઞાનને પણ છે. અંતર માત્ર એટલું જ છે કે કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે, નિરાવરણરૂપ છે અને ક્ષાયિક છે, જ્યારે શ્રુતજ્ઞાન પક્ષ છે, મનની સહાયતાથી પ્રવર્તે છે, એક દેશ નિરાવરણ અર્થાત પશમરૂપ છે. કેવળજ્ઞાન સૂર્ય સમાન છે, શ્રુતજ્ઞાન દીપક સમાન છે. સૂર્ય સ્વાધીનતાથી પ્રકાશે છે, દીપક તેલની સહાયતાથી પ્રકાશે છે. જો કે એક સ્વાધીન અને બીજું પરાધીન છે, તે પણ જેમ સૂર્ય ઘટ પટ આદિ પદાર્થોને ઘટ પટ આદિ રૂપ દેખાડે છે, તેમ દીપક પણ ઘટ પટ આદિ રૂપ દેખાડે છે. પરંતુ અંતર એટલે જ છે કે સૂર્યના પ્રકાશમાં પદાર્થ પૂર્ણ સ્પષ્ટ અને દીપકના પ્રકાશમાં અપૂર્ણ—અસ્પષ્ટ દેખાય છે. શ્રુતજ્ઞાન-દ્વાદશાંગ