________________
પિતાની ચેતનાની પરિણતિમાં અથવા ઉપયોગમાં સદાય વર્તન કયા કરે છે. તે ચેતનાના ત્રણ ભેદ કહેલ છે. જ્યારે આત્મા જ્ઞાનમાત્ર ભાવમાં પરિણમન કરી રહેલ છે, ત્યારે તેને જ્ઞાનચેતના છે, કેમકે તેને ઉપગ કોઈ પણ અન્ય પદાર્થ તરફ રાગ દ્વેષની સાથે ઉપયુક્ત નથી. તે ઉપયોગ માત્ર જ્ઞાન સ્વભાવમાં વર્તન કરી રહેલ છે. તે ઉપયોગ માત્ર જાણે જ છે, પરંતુ રાગ દ્વેષ સહિત નથી જાણતે. તે ચેતનાની પરિણતિમાં રાગ દ્વેષ પૂર્વક કઈ પણ કાર્ય કરવા તરફ ધ્યાન નથી, સુખ દુઃખની તરફ પણ ધ્યાન નથી. સુખ દુખ કર્મના ફળ છે તે તરફ પણ ધ્યાન નથી એટલા માટે જ્ઞાનચેતનાને શુદ્ધચેતના પણ કહેવામાં આવે છે. જે ચેતનાની પરિણતિ કઈ પણ અન્ય કાર્ય કરવામાં પ્રવર્તી રહી છે, એને કર્મચેતના કહે છે, અને જે પૂર્વકૃત કર્મોના ઉદયથી પ્રગટ થએલ સુખ અથવા દુઃખરૂપ કર્મના ફળને ભેળવવામાં પ્રવર્તી રહી છે એને કર્મફળચેતના કહે છે. એવી રીતે જ્ઞાનચેતના, કર્મચેતના, અને કર્મફળતના એમ ચેતનાના ત્રણ ભેદ છે.
सर्वे खलु कर्मफलं स्थावरकायास्त्रमा हि कार्ययुत । प्राणित्वमतिक्रांताः ज्ञानं विदन्ति ते जीवाः ॥३३०॥ અર્થ - નિશ્ચયથી પૃથ્વીકાય આદિ જે સમસ્ત પાંચ પ્રકારના સ્થાવર જીવ છે, તે કર્મોનું જે સુખદુઃખરૂપ ફળ તેને પ્રગટ પણે રાગ દ્વેષની વિશેષતા રહિત, અપ્રગટરૂપ પોતાની શક્તિ અનુસાર વેદે છે, કેમકે એકેન્દ્રિય જીને કેવલ કર્મફળચેતનાની જ મુખ્યતા છે અને નિશ્ચય કરીને હેન્દ્રિયદિક જીવ છે તે કર્મનું