________________
૨૮૫
અનુભવમાં જ લીન થવું એજ ઉત્કૃષ્ટ આરાધના છે એથી ભિન્ન સર્વે બાહ્ય છે અને ત્યાગવા ગ્ય છે. यनान्तर्न बहिःस्थितं न च दिशि स्थूलं न सूक्ष्म पुमान्नैव स्त्री न नपुंसकं न गुरुतां प्रात्पं न यल्लाधवम् । कर्मस्पर्शशरीरगन्ध गणना व्याहारवर्णोज्झितं । खच्छं ज्ञानहगेकमूर्तितदहं ज्योतिः परे नापरम् ॥३४८॥ અર્થ - આત્મજ્ઞાની પુરુષ એવા પ્રકારનો વિચાર કરે છે કે હું અંદર નથી, હું બહાર નથી, કઈ દિશામાં નથી, માટે નથી, પાતળે નથી, પુરુષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી, ભારે નથી, હલકો નથી અને મારા કર્મ નથી, સ્પર્શ નથી, શરીર નથી, ગંધ નથી, સંખ્યા નથી, શબ્દ નથી, વર્ણનથી, પરંતુ જે અત્યંત સ્વચ્છ શુદ્ધસ્ફટિકારત્ન સમાન, પારદર્શક, જ્ઞાને પગ, દર્શનેપગમય મૂર્તિનધારક હું છું અને એથી ભિન્ન કઈ પણ મારૂં નથી. ભાવાર્થ – આત્મજ્ઞાની પુરુષ આ વાતને વિચાર કરે છે કે સ્થલ સૂક્ષ્માદિક તથા સ્ત્રી, પુરુષ, નપુંસકાદિક તથા સ્પર્શ, રસ, ગંધાદિક સર્વે પુદ્ગલના વિકાર છે, પરંતુ હું એ સર્વેથી સર્વથા અત્યંત ભિન્ન છું. મારી એક જ્ઞાન દર્શન સુધારસ ભરપુર મૂર્તિ છે તેજ હું છું. भूतं भांतमभूतमेव रभसानिर्भिद्य बंधं सुधीयद्यतः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात् ।