________________
आत्मात्मानुभवैकगम्यमहिमा व्यकोऽयमास्ते ध्रुवं नित्य कर्मकळकपंकविकलो देवः स्वयं शाश्वतः ॥३४९॥ અર્થ- જે કઈ સુબુદ્ધિ, ભૂતકાળમાં થએલ, વર્તમાનકાળમાં થતા અને ભવિષ્યકાળમાં થવાવાળા એવા ત્રણે કાળના કર્મોના બંધને પિતાના આત્માથી તત્કાળ ભેદવિજ્ઞાન વડે જુદા કરીને તથા તે કર્મના ઉદયના નિમિત્તથી થએલ મિથ્યાત્વરૂપ અજ્ઞાનને પિતાના આત્મવીર્યથી અલગ કરીને અંતરંગમાં અભ્યાસ કરી નિર્મલ ભેદવિજ્ઞાન દષ્ટિથી દેખે તે આત્મા પિતાના અનુભવવડે જાણવા મેગ્ય જેનો પ્રગટ મહિમા છે એવા પ્રગટ અનુભવ ગેચર, નિશ્ચળ, નિત્ય, શાશ્વત, કર્મકલંક કીચડથી રહિત, સ્તુતિ કરવા ગ્ય, પૂજય, તેિજ દેવ સ્વરૂપ બિરાજમાન થઇ રહેલ છે તેને અનુભવ કરે.
ભાવાર્થ- કેઈ વિદ્વાન ભવ્ય આત્મા શરીરરૂપી ઘર જુએ અને નિર્મળ ભેદજ્ઞાનની દૃષ્ટિથી શરીરરૂપી ઘરમાં વસવાવાળી શુદ્ધચૈતન્ય તિને સૂક્ષમ વિચાર કરે તે પ્રથમ ભૂત, વર્તમાન, ભવિષ્ય એ ત્રણે કાળમાં મેહથી અનુરજિત અને કર્મબંધમાં ક્રીડા કરતા એવા પિતાના આત્માને નિશ્ચય કરે, ત્યાર પછી મિહના બંધનને નષ્ટ કરે અને મહી સ્વભાવને ત્યાગ કરી આત્મ ધ્યાનમાં અનુભવને પ્રકાશ કરે તથા કર્મ કલક કીચડથી રહિત, અચળ, અબાધિત, શાશ્વત, પિતાના આત્મદેવને પ્રત્યક્ષ દેખે–અનુભવે.