________________
ભાવાર્થ- કેવળજ્ઞાન મતિજ્ઞાનની માફક ઘટ પટ આદિ જાણવા
ગ્ય પદાર્થોના આશયથી ઉપ્તન્ન નથી થતું, એટલા માટે તે કેવલજ્ઞાન જેમ રેય પદાર્થોના નિમિત્તથી નથી થતું તેમજ શ્રતજ્ઞાનરૂપ પણ નથી. જો કે દિવ્યધ્વનિના સમયમાં કેવળજ્ઞાનના આધારથી ગણધરદેવ આદિને શ્રુતજ્ઞાન થાય છે તે પણ તે શ્રતજ્ઞાન ગણુધરાદિને જ થાય છે. કેવલી અરહંતેને નહીં. કેવલીભગવાનના જ્ઞાનમાં કઈ સંબંધમાં જ્ઞાન, અથવા કઈમાં અજ્ઞાન નથી હોતું; કિન્તુ સર્વ રેયાનું ક્રમ વિના (અકમરૂ૫) યુગપત જ્ઞાન થાય છે. અથવા મતિજ્ઞાન આદિ ભેદથી નાના પ્રકારનું જ્ઞાન નથી કિન્તુ એક માત્ર શુદ્ધજ્ઞાન જ છે અહીં જે મતિજ્ઞાન આદિના ભેદથી પાંચજ્ઞાન કહેવામાં આવેલ છે, તે સર્વે વ્યવહાર નયથી છે. નિશ્ચયથી અખંડ એક જ્ઞાનના પ્રકાશરૂપજ આત્મા છે, જેમ મઘાદિ રહિત સૂર્ય હોય છે, તેમ જાણવું. વિશેષાર્થ- કેવલજ્ઞાન એક શુદ્ધ આત્માનું સ્વાભાવિક જ્ઞાન છે, તે લેક અલોકના સર્વ પદાર્થોની ત્રણ કાળ વતી પર્યાયને કમ વિના એક સમયમાં જાણ રહેલ છે. જેમ સૂર્ય પોતાના નિર્મળ પ્રકાશથી એક જ કાળમાં પોતાના સમ્મુખના સર્વે પદાર્થોને પ્રગટ કરે છે તેમ કેવલજ્ઞાન સર્વે ને એક સમયમાં જાણે છે. જ્ઞાનાવરણીય કર્મનું જરાપણું આવરણ નથી રહ્યું તેથી તે મતિજ્ઞાનની માફક ઘટ પટના આલંબનથી ક્રમ રૂપ નથી જાણતું, મનદ્વારા વિચાર પૂર્વક શ્રુતજ્ઞાનની માફક પણ નથી જાણતું, તે એક વિલક્ષણ પૂર્ણજ્ઞાન પરમ સ્પષ્ટ પ્રત્યક્ષ છે એને કઈ પણ ઉપમા આપી શકાતી નથી.