________________
દર્શનાવરણ અને મેહકમના વિશેષ ઉદયથી અતિ મલિન થઈ ચૈતન્ય શકિતએ કરી હીન પરિણમે છે, પરંતુ એને વીર્યંતરાય કમને ક્ષયે પશમ કાંઈક અધિક થએલ છે, તે કારણથી સુખદુઃખરૂપ કર્મ ફળને ભેગવવાને ઈષ્ટ અનિષ્ટ પદાર્થોમાં રાગ દ્વેષ મેહને લઈ ઉદ્યમી થઇ કાર્ય કરવાને સમર્થ છે, તે જીવ મુખ્યતાથી કર્મચેતના સંયુકત જાણવા. તેમાં વિશિષ્ટ બુદ્ધિપૂર્વક કર્મ કરવાની પ્રધાનતા છે અને જે જીનાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અંતરાય કર્મ સર્વથા પ્રકારે ક્ષય થઈ ગયાં છે, અને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય એ ગુણે પ્રગટ થએલ છે, કર્મ અને કર્મફળને ભેગવવામાં વિકલ્પ રહિત છે અને આત્મિક પરાધીનતા રહિત સ્વભાવિક સુખમાં લીન થઈ ગએલ છે, તે સાક્ષાત્ જ્ઞાનચેતના સંયુકત કહેવાય છે.
વિશેષાર્થ – હરએક આત્મા ચેતના પરિણમન કર્યા કરે છે અર્થાત જે કોઈ પણ આત્માનું શુદ્ધ અથવા અશુદ્ધ પરિણામ છે, તે સર્વે પરિણામ ચેતનાને નથી છેડતા. તે ચેતના જ્યારે જ્ઞાન વિષય કરે છે અથૉત્ જ્ઞાનની પરિણતિમાં વર્તન કરે છે, ત્યારે એને જ્ઞાનચેતના કહે છે. જ્યારે તે ચેતના કેઈ કર્મ કરવામાં ઉપયુકત છે ત્યારે તેને કર્મચેતના કહે છે, અને જ્યારે તે જ ચેતના કર્મોના ફળ તરફ પરિણમન કરે છે ત્યારે તેને કર્મફળ ચેતના કહે છે. એવી રીતે ચેતના ત્રણ પ્રકારની હોય છે. આત્માનું સ્વરૂપ ચેતના છે. જે ચેતે તે ચેતના. અહીં ચેતનાને અર્થ તન્મય થઈ જાણવું એવે છે. આત્માના ચેતના ગુણની પરિણતિને ઉપયોગ કહે છે. આત્મા ઉપગવાન છે, એટલે ઉપગથી તે આત્મા