________________
૨૭૪૪
પદાર્થના સ્વરૂપના પ્રકાશક છે. એવી રીતે જ્ઞાન પણ પોતાના અને પર પદાર્થોના સ્વરૂપનું પ્રકાશક છે. (જાણનાર છે) આજ્ઞાનાપયેાગની સ્વાભાવિક અદ્ભૂત મહિમા છે.
कृत्वा विशेषं गृह्णाति वस्तुजातं यतस्ततः । साकारमिष्यते ज्ञानं ज्ञानयाथात्म्य वेदिभिः ॥ ३३५॥
અ:- જો કોઇની આકૃતિ કહેવામાં આવે છે તેા તે વિશેષ પદાર્થ જ હશે. સામાન્ય પદાર્થની આકૃતિ અનિયત (અનિશ્ચિત) હાવાથી કહેવામાં અથવા સમજવામાં નથી આવી શકતી. અને જ્ઞાન, પદાર્થાને વિશેષે વિશેષે કરીને જાણે છે. એટલા માટે એને સાકાર કહે છે. જેમણે જ્ઞાનનું સ્વરૂપ વાસ્તવિક જાણી લીધેલ છે, તે ઋષિલાક જ્ઞાનને એટલા માટે જ સાકાર નથી કહેતા કે તે પદાર્થાના વિશેષ આકાર તુલ્ય સ્વય' થઈ જતુ હોય. જ્ઞાન અમૂર્ત આત્માના ગુણ છે. એમાં કાઇ પણ પદાર્થના આકાર ઉતરવાની આવશ્યકતા નથી. માત્ર વિશેષ પદાર્થ તેમાં પ્રતિભાસવા લાગે છે, એજ એની આકૃતિ માનવાનું કારણ છે. સારાંશ:- એ છે કે જ્ઞાનમાં આકૃતિ વાસ્તવિક માનવામાં નથી આવતી, કિન્તુ જ્ઞાન, જ્ઞેય સબંધના કારણે રોયને આકૃતિ ધર્મ જ્ઞાનમાં ઉપચારથી કલ્પિત કરવામાં આવે છે. એ આપના ફલિતાર્થ માત્ર એટલેાજ સમજવા જોઇએ કે પદાર્થની વિશેષ આકૃતિ નિશ્ચય કરવાવાળાં ચૈતન્ય પરિણામને અમે જ્ઞાન કહીશું. જેવી રીતે દર્પણમાં સમ્મુખ રહેલ સમરત પદાર્થોનું પ્રતિબિમ્બ ઝળકે છે, એમ કેવલજ્ઞાનમાં લેાકાલેાકના સમસ્ત,