________________
ભાવાર્થ- આત્માને જ્ઞાનેગ એક પદાર્થથી હટીને બીજા પદાર્થ તરફ લાગે છે. અર્થાત શેયથી રેયાંતરરૂપ પરિણમન થવું તેનું નામ ઉપગ સંક્રાંતિ છે, અને એજ ઉપગનું નામ વિકલ્પ છે.
क्षायोपशमिकं तत्स्यादर्थादक्षार्थसम्भवात् ।
क्षायिकात्याज्ञानस्य संक्रान्तेरप्यसम्भवात् ॥३४२॥ અર્થ - તે ઉપયોગ સંક્રાતિ સ્વરૂપ વિકલ્પ શોપશમાત્મક છે. અર્થાત ઈન્દ્રિય અને પદાર્થના સંબંધથી થવાવાળું જ્ઞાન છે કેમકે અતીન્દ્રિય ક્ષાયિક જ્ઞાનમાં સંક્રાન્તિનું હોવું જ અસંભવ છે ભાવાર્થ- જયાં સુધી જ્ઞાનમાં અલ્પજ્ઞતા છે ત્યાં સુધી તે સર્વે પદાર્થોને યુગપ ગ્રહણ નથી કરી શકતું કિન્તુ કમેકમે કયારેક કોઈ પદાર્થને અને કયારેક કોઈ પદાર્થને જાણે છે. આ અવસ્થા ઈન્દ્રિય જન્ય જ્ઞાનમાં હોય છે. જે જ્ઞાન ક્ષાયિક છે, અતીન્દ્રિય છે, એમાં સંપૂર્ણ પદાર્થ એક સાથે જ પ્રતિબિમ્બિત થાય છે એટલા માટે ક્ષાયિક જ્ઞાનમાં ઉપગનું પરિવર્તન નથી થતું, છતાં પણ તે જ્ઞાન સવિકલ્પ છે. કદાચિત કોઈ કહે કે તે ક્ષાયિકજ્ઞાન સવિકલ્પ કેવી રીતે હેઈ શકે? કેમકે વિકલપ નામ સંક્રાન્તિનું છે; અને જ્ઞાનમાં સંક્રાન્તિ નથી થતી તે પછી ક્ષાયિક જ્ઞાન સવિકલ્પ કેવી રીતે હોઈ શકે? તેનું સમાધાન આચાર્ય હવે કરે છે.
अस्ति क्षायिकज्ञानस्य विकल्पत्वं स्वलक्षणात् । नार्थादर्थान्तराकारयोगसंक्रान्ति लक्षणात् ॥३४३॥