________________
૨૭૯
જ્ઞાન પિતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે તેથી સાકાર છે. અને બીજા ગુણે પિતાનું સ્વરૂપ પ્રગટ નથી કરી શકતા તેથી નિરાકાર છે.
मति श्रुतावधिमनोभिश्च स्वकस्वकविषये विशेषविज्ञानम् । .. अन्तर्मुहूर्तकाल उपयोगः स तु साकारः ॥३४०॥ અર્થ - મતિ, શ્રત, અવધિ, મન:પર્યય દ્વારા નિજ નિજ વિષયનું અન્તર્મુહૂર્ત કાળ પર્યન્ત જે વિશેષજ્ઞાન થાય છે, એને જ સાકાર ઉપગ કહે છે. ભાવાર્થ- સાકાર ઉપગના પાંચ ભેદ છે. મતિ, કૃત, અવધિ, મન:પર્યય અને કેવલ. એમાંથી આદિના ચાર ઉપગ છઘસ્થા જીવોને હોય છે. ઉપયોગ ચેતનાનું એક પરિણમન છે. એક વસ્તુના ગ્રહણરૂપ ચેતનાનું પરિણમન છદ્મસ્થ જીવને વધારેમાં વધારે અન્તર્મુહૂર્ત કાળ સુધી જ રહી શકે છે. આ સાકાર ઉપગમાં એજ વિશેષતા છે કે, તે વસ્તુના વિશેષ અંશને ગ્રહણ કરે છે. નિરાકાર ઉપયોગ પણ વિશેષમાં વિશેષ છવાસ્થને અન્તર્મુહૂર્ત સુધી રહે છે. विकल्पो योगसंक्रातिराज्ज्ञानस्य पर्ययः ।
ज्ञेयाकारः स ज्ञेयार्थात् ज्ञेयार्थान्तरसङ्गतः ॥३४१॥ અર્થ - ઉપયોગનુ બદલાવું તેને વિકલ્પ કહે છે. તે વિકલ્પ જ્ઞાનની પર્યાય છે. અર્થાત પદાર્થોકાર જ્ઞાન જ શેયરૂપ પદાર્થથી હટી ને બીજા પદાર્થના આકારને ધારણ કરવા લાગે છે.