________________
ફળ જે સુખદુ:ખરૂપ છે, તેને રાગ દ્વેષ મેહની વિશેષતાને લીધે ઉદ્યમી થઈ, ઈષ્ટ અનિષ્ટ પદાર્થોમાં કાર્ય કરતા થકા ભોગવે છે. એટલા માટે તે જીવને કર્મચેતનાની મુખ્યતા સહિત જાણી લેવા. અને જે જીવ દશ પ્રાણથી રહિત છે, અતીન્દ્રિય ફાની છે, તે શુદ્ધ પ્રત્યક્ષ જ્ઞાની છવ કેવલજ્ઞાન ચેતન્ય ભાવને જે સાક્ષાત પરમાનંદ સુખરૂપ અનુભવે છે. એવા જીવ જ્ઞાનચેતના સંયુકત કહેવાય છે. ભવ્ય આત્માએ જ્ઞાનચેતના ગ્રહણ કરવા યોગ્ય છે.
ચિતન્ય શકિતના બે આકાર છે, એક જ્ઞાનાકાર અને બીજે રેયાકાર જેમાં કઈ પણ પ્રતિબિમ્બ નથી પડેલ એવા દર્પણના શુદ્ધ મધ્ય ભાગ સમાન તે જ્ઞાનાકાર છે. અને પ્રતિબિમ્બ વિશિષ્ટ (સહિત) દર્પણના મધ્યભાગ સમાનયાકાર છે. અહીંયાકાર ઘટતું સ્વરૂપ છે કેમકે દર્પણમાં પ્રતિબિમ્બ પડવાથી તે અમુકનું પ્રતિબિમ્બ છે એ વ્યવહાર થાય છે. એવી રીતે જ્ઞાનસ્વરૂપ ઘટ આદિ યાકારમાં ઘટને વ્યવહાર થઈ શકે છે.
જે કે ચેતના આત્માનું (સ્વરૂપ) લક્ષણ છે તે પણ તે ચેતના શકિત માત્ર છે, અદષ્ટ છે પરંતુ તે ચેતનાની વ્યક્તતા (પ્રગટતા) દર્શન અને જ્ઞાનથી જ થાય છે.
દર્શને પગનું સ્વરૂપ यत् सामान्यं ग्रहणं भावानां नैव कृत्वाकारम् ।। अविशेष्यार्थान् दर्शनमिति भण्यते समये ॥३३१॥