________________
ર૬૯,
પ્રતિપાદન કરવામાં નથી આવતું. જેમાં કોઈ પણ આકાર વિષય ન થાય તે અનાકાર ઉપયોગ છે અને તેને અર્થ દર્શન છે.
यद्विशेषमकृत्त्वैव गृहते वस्तुमात्रकम् । निराकारं ततः प्रोक्तं दर्शनं विश्वदर्शिभिः ॥३३३॥ અર્થ - પદાર્થોની વિશેષતા ન સમજતાં જે કેવલ સામાન્યને અથવા સત્તા-સ્વભાવને ગ્રહણ કરે છે તેને દર્શન કહે છે અને એને નિરાકાર કહેવાનું પણ એ જ પ્રયજન છે કે તેણેય વસ્તુઓની આકૃતિ વિશેષને સમજાવી શકાતું નથી. અર્થાત્ કહી શકાતું નથી. એને વિષય જે સામાન્ય છે એને સત્તા કહે છે. એટલા માટે દર્શનને કઈ કઈ જગ્યાએ સત્તાલોચન, એવું નામ પણ આપવામાં આવેલ છે. સત્તા વિશ્વાકાર (સમસ્ત આકાર) તુલ્ય છે એટલા માટે એને આકાર નિયમિત કરવામાં નથી આવતું, એજ કારણથી એને ગ્રહણ કરનાર દર્શનને પણ નિરાકાર માનવામાં આવેલ છે. દર્શન પછી જ જ્ઞાન થાય છે અથવા જ્ઞાનના ઉત્તરોત્તર પણ થાય છે, પરંતુ દર્શન સર્વના પ્રારંભમાં જ થાય છે. એક વિષયનું કાંઈ પણ જ્ઞાન ઉત્પન્ન થયા પછી જ્યાં સુધી એની શંખલા ન તુટે, ત્યાં સુધી ફરીવચમાં દર્શન નથી થતું. ભાવાર્થ- દર્શન પણ જ્ઞાન સમાન ચિતન્યનું એક સૂક્ષમ પરિણામ છે. ચૈતન્યના તે પરિણામને દર્શન કહે છે કે જેમાં સામાન્ય માત્રને પ્રતિભાસ થાય છે, અને તે મહાસામાન્યને (મહાસામાન્ય અથવા મહાસત્તા એ બન્ને એક અર્થના શબ્દ છે.) જ્ઞાનમાં પણ પ્રતિભાસ થાય છે પરંતુ તે સાથે જ કાંઈક