________________
૨૦૩
પડશે ત્યારેજ સ્વયં એની રૂચિ એનાથી હટી જશે અને રૂચિ દૂર થવાથી મન વિષયકક્ષાના સેવનથી ઉદાસ થઈ જશે.
.. यदा मोहात्मजायेते रागद्वेषौ तपस्विनः।
तदैव भावयेत्स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ॥२५१॥ અર્થ - જે સમયે કઈ તપસ્વી મુનિના હૃદયમાં મેહના ઉદયથી રાગ દ્વેષ ઉત્પન્ન થઈ જાય છે, તે સમયે તેને પિતાના શુદ્ધાત્મસ્વરૂપની ભાવના કરવી જોઈએ. એવી રીતે વારંવાર શુદ્ધાત્મસ્વરૂપની ભાવના કરવાથી જ રાગ-દ્વેષ ક્ષણવારમાં શાંત થઈ જશે. ભાવાર્થ- રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિ એક એક પ્રકારને આત્મિક રોગ છે. તે જો કે અજ્ઞાન દ્વારા શરીર, સ્ત્રી, પુત્રાદિકને આત્મસ્વરૂપ માનવાથી તથા પંચેન્દ્રિયેના વિષયેએ પ્રાપ્તિ અપ્રાપ્તિથી ઉત્પન્ન થાય છે. શુદ્ધાત્મસ્વરૂપનું વારંવાર ચિંતવન કરવું એ જ વિષયકષાને નિમૅલ કરવાને માટે એક માત્ર રામબાણ ઔષધિ છે. એ રોગોનું નિદાન (મૂલકારણ) આત્મ સ્વરૂપનું અજ્ઞાન છે-વિસ્મરણ છે એટલા માટે અજ્ઞાનને નાશ કર્યા વિના એ રેગેની જડ નાશ પામતી નથી.
પરમાત્મપદની ભાવનાનું ફળ
सोऽहमित्यात्तसंस्कारस्तस्मिन् भावनया पुनः । तत्रैव. दृढ़संस्काराल्लभते... ह्यात्मनि स्थितिम् ॥२५२॥