________________
कर्मणि नोकर्मणि चाहमित्यहकं च कर्म नोकर्म ।
यावदेषा खलु बुद्धिरपतिबुद्धो भवति तावत् ॥२६२॥ અર્થ- જ્યાં સુધી આ આત્માની જ્ઞાનાવરણદિ દ્રવ્યકર્મ, રાગદ્વેષાદિ ભાવકર્મ અને શરીરાદિ કર્મમાં હું કર્મ,
કર્મ છું અને એ કમનેકમ મારાં છે એવી નિશ્રય બુદ્ધિ છે ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ (સ્વસંવિતિશુન્ય બહિરાત્મા અજ્ઞાની) છે. ભાવાર્થ- કર્મ–મેહ આદિ અંતરંગ પરિણામે તથા નેકમશરીરઆદિ બાહ્ય વસ્તુઓ એ સર્વે મુઘલના પરિણામે છે અને આત્માને તિરસ્કાર કરનારા છે તેમનામાં આ હું છું અર્થાત કર્મ-મેહ આદિ અંતરંગ તથા નેકમ—શરીરઆદિ બહિરંગ તેમજ આત્માને તિરસ્કાર કરનારા (શબ્દ આદિ) પુદગલ પરિણામે છે, તે (પર) બધા મારા આત્માના પરિણામે છે એવી રીતે વસ્તુની અભેદભાવે જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબુદ્ધ છે, અજ્ઞાની છે. અને જ્યારે કેઈ સમયે, જેમ રૂપી દર્પણની સ્વ–પરના આકારને પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જવાળા અગ્નિની છે, તેવી રીતે અરૂપી આત્માની પોતાને અને પરને જાણનારી જ્ઞાતૃતા (જ્ઞાતાપણું) જ છે અને કર્મ, કર્મ પુદ્ગલનાં જ છે એમ સ્વયં અથવા પરના ઉપદેશથી સંસારના મૂળને છેદવાવાલી અને મોક્ષના બીજને ઉત્પન્ન કરવાવાલી ભેદવિજ્ઞાનરૂપી અનુભૂતિ ઉત્પન્ન થાય છે અર્થાત અંતરંગમાં પ્રગટ થાય છે. ત્યારે જ આત્મા પ્રતિબુદ્ધ થાય છે, જ્ઞાની થાય છે.