________________
ર૩૭
પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન કરી જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાનને અભ્યાસ ભાવ્યા કરવું. અર્થાત સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે ભેદવિજ્ઞાનને અભ્યાસ કરવા ગ્ય છે કે જેથી શુદ્ધાત્માની જલ્દી પ્રાપ્તિ થાય. સમ્યકત્વ થયા પછી પણ જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવવાયેગ્ય છે, કારણકે શુદ્ધાત્માનુભવથી જ વીતરાગતા થાય છે અને ત્યારે જ કર્મોને આસવ રેકાય છે. તેથી શુદ્ધાત્માનુભવને ઉપાય ભેદવિજ્ઞાન છે તેથી તેને નિરંતર અભ્યાસ કરે જરૂરી છે. જ્યાં સુધી સ્વાનુભવ ન થાય ત્યાં સુધી “ હું સર્વથી ભિન્ન છું, રાગાદિ બધા મારાથી ભિન્ન છે એ વિચાર આલંબનરૂપ છે અને સ્વાનુભવ થતાં એ વિકલ્પ પણ રહેશે નહીં.
વિશેષાર્થ-ભેદજ્ઞાનની ભાવનાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અને ભેદવિજ્ઞાનની સ્થિરતાથી વીતરાગતાની પ્રાપ્તિ થાય છે શરીરાદિક કર્મ, જ્ઞાનાવરણાદિ વ્યકર્મ, ક્રોધાદિ ભાવકર્મ-એ. બધા પુદ્ગલ દ્રવ્યના પરિણામ હોવાથી જડ છે, તેમને અને જ્ઞાનને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે, માટે ઉપયોગમાં ક્રોધાદિક, દ્રવ્યકર્મ તથા નેકમ નથી, અને ક્રોધાદિકમાં, કમાં કે નેકમમાં ઉપયોગ નથી. (આત્માના ચિતન્ય અનુસાર થતા પરિણામને ઉપયોગ કહે છે.) માટે ક્રોધ ક્રોધમાં છે અને ઉપયોગ ઉપયોગમાં જ છે એવું જ્ઞાનનું પરિણમવું તેને ભેદજ્ઞાન કહે છે. કોઈ વસ્તુને કઈ વસ્તુમાં પારમાર્થિક દ્રષ્ટિથી આધારાધેય સંબંધ નથી; પ્રત્યેક વસ્તુને પિતાપિતાનું આધાર આધેયપણું પિતપિતામાં જ છે જેમકે - જ્ઞાન આધેય છે અને જાણન ક્રિયા