________________
ભાવાર્થ- જે પદાર્થ વિચાર કરવાને ગ્ય છે. તેનું મૂળ કારણ તેમાં રહેલી સત્તા (અસ્તિત્વ ગુણ છે. જે પદાર્થોના સત્તા નિશ્ચિત છે એને જ વિચાર કરવામાં આવે છે. કિન્તુ જેની સત્તા નિશ્ચિત નથી તેને વિચારજ નથી થઈ શક્ત, જેમ શશાને શીંગડાં, આકાશમાં પુષ્પ, ધ્યાને પુત્ર આદિ એ પદ્ધતિથી સમસ્ત પદાર્થોની વિદ્યમાનતા અથવા એને વિચાર કરવાનું કારણ પણ સત્તા છે, માટે કઈ પણ પદાર્થના સ્વરૂપ સબંધી વિચાર કરો હેય તે પ્રથમ તેના અસ્તિત્વ (સત્તા) ગુણને વિચાર કર જોઈએ. અર્થાત અનુભવ કરવો જોઈએ. કેમકે પદાર્થોનું અસ્તિત્વ સ્થાપન કર્યા પહેલાં તેના સંબંધી અધિક (વિશેષ) વિચાર થઈ શકતું જ નથી. પદાર્થના અસ્તિત્વની ઉપલબ્ધિ એનામાં અભિન્ન રૂપે રહેલ અસાધારણ ગુણેથી થાય છે. જેમકે દીપકના અસ્તિત્વને નિશ્ચય એના ભાસુરતા આદિ અસાધારણ ગુણેથીજ થાય છે, તેમ જ્ઞાનાવરણાદિ કર્મોથી લિપ્ત જીવના અસ્તિત્વની ઉપલબ્ધિ એના જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અસાધારણ ગુણેથી થાય છે. અનંત ગુણોના સમૂહ સ્વરૂપ આત્મદ્રવ્યને અનુભવ આખા શરીરની અંદર થાય છે અને એના સમસ્ત (અસંખ્ય) અખંડરૂપ આત્મ પ્રદેશમાં જ થાય છે, અન્ય સ્થળે નહીં એટલા માટે આત્મસિદ્ધિનું અંતરંગ અભિન્ન રૂપે રહેલ સમર્થ—અસાધારણ કારણ (લક્ષણ) આત્માના અનંત ગુણ માંહેલે એક ચેતના નામને ગુણ છે.
- ચેતનાના પ્રકાર અને તેનું સ્વરૂપ अन्वितमहमिकया प्रतिनियतार्थावभासिबोधेषु । प्रतिभासमानमाखिलैर्यद्रूपं बेचते सदा सा चित् ॥३२८॥