________________
રપ૭
અને કાળે કરી તેનું સમ્યકજ્ઞાન રૂપ પરિણામ આવે છે. કાર્યનાં બીજ પ્રથમ ગુપ્ત પણે રહી કામ કરે છે. અનાદિ કાળથી લાગેલ ભાવસંસાર (રાગ, દ્વેષ, મોહરૂપ પરિણામ) રૂપી અસાધ્ય રોગ. ને નાશ કરવાનું બલવાના કારણે અંતરંગ, નિર્મળ, દિવ્યવિચાર છે તે અમૃતમય સંજીવની ઔષધિ સમાન છે. વિચાર ઉપગને આધીન છે, ઉપગ જે વસ્તુમાં જોડાય તેને જ વિચાર થઈ શકે. માટે ભદ્રપરિણમી ભવ્ય આત્માએ શુદ્ધ સ્ફટિકરત્ન સમાન પારદશક હૃદયરત્ન મંદિરમાં રહેલ શુદ્ધ ચિતન્ય સ્વરૂપ તિનું દર્શન કરવા નિરંતર નિર્મળ વિચાર કરવા પરમ ભાગ્યશાળી થવું, કેમકે પદાર્થના સ્વરૂપનું વારંવાર ચિંતવન કરવું એ ભાવશુદ્ધિને મહાન ઉપાય છે, અને સભ્યપ્રકારે શુદ્ધાત્મસ્વરૂપને સમજી તેને વારંવાર યાદ કરવાથી અથવા વારંવાર વિચાર કરવાથી શુદ્ધાત્મસ્વરૂપની સિદ્ધિ થાય છે, દિવ્યજ્ઞાન શક્તિ પ્રગટ થાય છે.
साक्षास्तुविचारेषु निकषग्रावसन्निभाः। विभजन्ति गुणान्दोषान्धन्याः खच्छेन चेतसा ॥३२७॥ અથ– તેજ પુરુષ ધન્ય છે-પ્રશંસનીય છે કે જે પિતાના નિષ્પક્ષપાતી (માધ્યસ્થ) નિર્મળ, સ્થિર અને સ્વચ્છ શાન્ત ચિત્તથી વધુના યથાર્થ વિચારમાં (વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણવામાં) કસોટી સમાન છે, કેમકે ગુણેને અને દેને ભિન્નભિન્ન રૂપે જાણ લે છે, જાણી લઈને નિર્મળ ગુણેને ગ્રહણ કરે છે અને દેથી મુક્ત થઈ જાય છે.