________________
ઢતા બિલ વાયા અને
માત્ર અનુભવ કરે. અથત રાગ, દ્વેષ આદિ તથા તેના નિમિત્તથી થવાવાળી નરનારકાદિ પર્યાય મારી નથી, “હું તે એક જ્ઞાયક સ્વભાવી છું.” એ અનુભવ સમ્યગ્દષ્ટિ સિવાય બીજાને (મિથ્યાષ્ટિ) હોય જ નહિ તેથી જ્ઞાનચેતના સમ્યગ્દષ્ટિને પ્રધાનતાથી હોય છે. સમ્યગ્દષ્ટિને કર્મ નિમિત્તક રાગ, દ્વેષ, મેહઆદિ અનેક પ્રકારના પરિણામ થાય છે; છતાં તે ભાવેને પર જાણે પોતે પિતાને આત્માને તેનાથી ભિન્નરૂપે અનુભવ કરે છે. પણ જેને આત્માની પિછાન નથી તેવા મિથ્યાદષ્ટિ જીવ, રાગ, દ્વેષ, મેહ આદિ ભામાં અને તેના નિમિત્તથી થવાવાળી નાના પ્રકારની અવસ્થાને અજ્ઞાનથી પિતાની માને છે, તેથી તેને અજ્ઞાન ચેતને હેય છે. અર્થાત્ આત્માને શાયક સ્વભાવી નહિ માનતે થક રાગ, દ્વેષાદિ કર્મ રૂપ અને તેના ફલરૂપ પિતાને માને છે, તે અજ્ઞાનચેતનાના બે ભેદ છે (૧) એક કર્મચેતના (૨) બીજી કર્મફલચેતના છે. જ્ઞાન સિવાય અન્ય અનાત્મીય ભાનો પિતાને કર્તા માન તે કર્મચેતના છે, અને જ્ઞાન સિવાય અન્ય અનાત્મીય ભામાં તલ્લીન થઈ સદા તેને જ અનુભવ કરવો તે કર્મફલચેતના છે. તે બન્ને ચેતના સંસારની જડ છે.
જે કે અજ્ઞાનચેતના સમ્યગ્દષ્ટિને હોય છે પણ તે કથન ગૌણ ભાવથી કરવામાં આવેલ છે. મુખ્યતાથી સમ્યગ્દષ્ટિને જ્ઞાનચેતના જ હોય છે. નિયાયિકોએ ચેતના જીવનું લક્ષણ માની, જીવને તેની સાથે સમવાય સંબંધ માનેલ છે. તથા સાંખ્યોએ ચેતનાને આત્માનું સ્વરૂપમાની તેને નિરાકાર માનેલ છે. પણ જૈનદર્શનનું તે પ્રમાણે માનવું નથી; પણ અન્ય પ્રકારે માનવું