________________
સાર્થ- યથાયોગ્ય ઇન્દ્રિયના વિષયને ગ્રહણ કરવાને યોગ્ય ઘટ, પટ આદિ પદાર્થોને પ્રકાશિત કરવાવાળા (જાણવાવાળા) સામાં પ્રતિબિમ્બિત અને જે મેં પ્રથમ ઘડાને દેખે તથા જાણ્યું હતું. તેજ હું અત્યારે વસને જાણી દેખી રહ્યો છું, એ પ્રકારના પૂર્વ આકાર અને ઉત્તર આકારને વિષય (વિષયને અર્થ-કેવલ વસ્તુ માત્ર નથી કિન્તુ યત્વ ધર્મની મુખ્યતાથી વિષયને આકાર ઠરાવવામાં આવે છે) કરવાવાળી (જાણવાવાળી) સ્વસંવેદન દ્વારા પોતાના સ્વરૂપને પ્રકાશિત કરવાવાળી જે રૂપાદિ સર્વને સદા સ્વયં અનુભવ કરે છે તેને ચેતના કહે છે. જે સ્વરૂપથી સદાય કાલ પ્રકાશમાન છે, અવિનાશી છે, પૂજ્ય છે, જીવનું સર્વસ્વ છે, જાવું માત્ર છે, તેને પણ ચેતના કહે છે. ભાવાર્થ- ચેતના ત્રણ પ્રકારે હોય છે (૧) કર્મચેતના (ર) કર્મફલચંતન (3) જ્ઞાનચેતના તેનું સંક્ષેપમાં વર્ણન એવું છે કે, પ્રવૃતિ કરવાના કારણભૂત ક્રિયાઓની પ્રધાનતાથી ઉત્પન્ન થયેલ સુખદુ:ખરૂપ પરિણામોના અનુભવને કર્મચેતના કહે છે. સુખદુઃખરૂપ કર્મફલના અનુભવને કર્મફતચેતના કહે છે, અને સ્વતઃઆત્માથી અભિન્ન (સ્વાભાવિક છે સુખના અનુભવનને જ્ઞાન ચેતના કહે છે.
સ્થાવર એકેન્દ્રિય જેમાં મુખ્યતાએ કર્મફલ ચેતના હોય છે. અને ત્રસજીવોમાં પ્રધાનતાથી કર્મચેતનાઅને ગૌણતાથી કર્મલચેતના હોય છે દ્રવ્યપ્રાણે રહિત જીવન્મુક્ત જીવોમાં પ્રધાનતાએ