________________
ર૫૬
પરિણામી અધમ આત્મા પોતાના મનથી એક ક્ષણવાર પણ મોક્ષમાર્ગમાં નિમિત્તભૂત પિતાના આત્માના સદ્ભાવનું (આત્મ અસ્તિત્વનું) ચિંતવન નથી કરતે; પરંતુ નિરંતર ક્ષણેક્ષણે દુર્ગતિમાં લઈ જનાર, અનંતસંસાર વર્ધક-વધારનાર અનેક જાતના પાપના ભેદનું મલિન મને કરી વારંવાર ચિંતવન કરે છે. અર્થાત અનેક પ્રકારના પાપરૂપ સંકલ્પ વિકલ્પ કર્યો કરે છે. આત્માની શું સ્થિતિ થશે તેને યત્કિંચિત્ પણ અંતરંગમાં વિચાર નથી કરતે. ભારેકર્મી દીર્ઘ સંસારીને આત્મ વિચાર કયાંથી સુજે ? ન જ સુજે. ભવભીરૂ, સરલ (કેમળ ) પરિણામી નિકટ ભાવીના નિર્મળ હૃદય કમળમાં આત્મવિચાર ઉત્પન્ન થાય છે અને તે વિચારે પરિપકવ થયે મોક્ષરૂપ મહા ફળને આપે છે. कानपरिपच्यन्ते कृषिगर्भादयोयथा।
नादात्मविचारोऽपि शनैः कालेनपच्यते ॥३२६॥ અર્થ- બીજ વાવવાને ચગ્ય ઉત્તમ ખેતરમાં વાવેલ ઉત્તમ બીજ જેમ કાળે કરી સામગ્રીના સંગથી પરિપકવ થઈ જાય છે-પાકી જાય છે. તેમ આત્મા સંબંધી કરેલ અંતરંગ ઉત્તમનિર્મલ–દિવ્ય વિચારરૂપી બીજ કાલે કરીને ઉપયોગ ભૂમિમાં આત્મજ્ઞાનરૂપી ઉત્તમ-કેત્તર ફળ આપે છે. ભાવાર્થ- જેમ બીજ માટીની અંદર રહીને અદશ્ય પણે પિતાનું કાર્ય કર્યા કરે છે, અને પોતે નાશ થઈ જાય છે ત્યારે જમીન ઉપર અંકુરારૂપ પર્યાય જોવામાં આવે છે, તેમ વિચાર પણ હૃદય ભૂમિમાં ગુપ્ત પણે રહી ને અદશ્ય રૂપે કાર્ય કરે છે.