________________
પાણું, મૂર્તિકપણું, અમૂર્તિકપણું ઈત્યાદિ તે ગુણ (ધર્મ) છે; અને વળી વસ્તુમાં એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું આદિ અનેક ધર્મ છે. તે સામાન્ય રૂ૫ ધર્મો તે વચન ગોચર છે પણ બીજા વિશેષરૂપ ધર્મો જેઓ વચનને વિષય નથી એવા પણ અનંત ધર્મો છે, જે જ્ઞાનગમ્ય છે. આત્મા પણ વસ્તુ છે તેથી તેમાં પણ પિતાના અનત ધર્મો છે. આત્માના અનંત ધર્મોમાં ચેતનપણું, અસાધારણ ધર્મ છે, આ ચેતનપણું પિતાના અનંત ધર્મોમાં વ્યાપક છે તેથી તેને આત્માનું તત્વ કહ્યું છે. તેને આ જિનવાણું સ્યાદવાદથી દેખાડે છે. એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે તેથી તેને સરસ્વતી, દિવ્યવાણી, ભારતી, શારદા વાદેવી ઈત્યાદિ ઘણા રૂપે કહેવામાં આવે છે. • भावयेद्भेदविज्ञानमिदमाच्छिमधारया ।
तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते ।।२८६॥ અર્થ- આ-નિર્મળ ભેદવિજ્ઞાનને નિરંતર (અવિચ્છિન્ન) ધારા પ્રવાહરૂપે એટલે જેમાં વિચ્છેદ ન પડે એવી રીતે ત્યાં સુધી ભાવે કે જ્યાં સુધી જ્ઞાન પરભાવોથી છૂટી ને પોતાના સ્વરૂપમાં સ્થિર અને શાન્ત થઈ જાય. ભાવાર્થ- અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક્ત, મિથ્યાત્વને અભાવ થઈ સમ્યાન થાય અને પાછું મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય બીજું જ્યારે જ્ઞાન શુદ્ધોપગરૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બન્ને