________________
વિજ્ઞાન: સિતા સિદ્ધ વિરુ જોવના '
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ॥२८८॥ ..' અર્થ:- જે કઈ ભવ્ય આત્મા નિર્મળ, શુદ્ધ, શાશ્વત સિદ્ધપર્યાયને પ્રાપ્ત થયા છે તે આ-નિર્મળ ભેદવિજ્ઞાનના અમર્યાદિત અદ્ભુત પ્રભાવથી જ થયા છે અને જે કર્મથી બંધાયેલ છે તે આ જ ભેદજ્ઞાનના અભાવથી જ બંધાયેલ છે. ભાવાથ– અનાદિકાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી કર્મથી બંધાયા જ કરે છે–સંસારમાં રઝળ્યા જ કરે છે, જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છેમોક્ષ પામે છે. માટે કર્મ બંધનું–સંસારનું–મૂળ ભેદવિજ્ઞાનને અભાવ જ છે; અને મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે કારણ ભેદવિજ્ઞાનથી જ શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે અને શુદ્ધાત્માની ઉપલબ્ધિથી રાગ દ્વેષ મેહનો અભાવ કરે એવું જેનું લક્ષણ છે અર્થાત ભેદવિજ્ઞાનની કળાથી ભાવાસ રોકાતા સંવર શરૂ થાય છે. શુદ્ધોપયોગમયાત્મક જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું (પરિણમતું) થકુ જરા પણ રાગ દ્વેષ મેહરૂપ ભાવને પ્રાપ્ત નહિં થતું સ્વરૂપમાં રમણ કરતું મેક્ષ ગતિને પ્રાપ્ત થાય છે અર્થાત ભેદવિજ્ઞાનથી સિદ્ધ ગતિની પ્રાપ્તિ થાય છે અને તેના અભાવમાં કઈ સિદ્ધિ પામી શકતું નથી.
दूरभव्यस्य नोशुद्धचिठ्ठपध्यानसंरुचिः । यथाऽणि विकारस्य न भवेदनसंरुचिः ॥२८९॥