________________
અર્થ - જેને અજીર્ણને વિકાર છે, ખાધું પીધું નથી પચતું એની જેવી રીતે અન્નમાં રૂચિ નથી થતી તેવી રીતે જે દૂર્ભવ્ય છે તેની પણ શુદ્ધ ચિતૂપના ધ્યાનમાં પ્રીતિ નથી થતી.
શુદ્ધ ચિપના ધ્યાનથી સર્વ સિદ્ધિની પ્રાપ્તિ उपाया बहवः सन्ति शुद्धचिद्रूपलब्धये । तद्ध्यानेनसमोनाभूदुपायो न भविष्यति ॥२९०॥ અર્થ- જે કે શુદ્ધચિતૂપની પ્રાપ્તિના ઘણા ઉપાય છે તેમાં પણ ધ્યાન જેવો બીજો કોઈ પણ ઉપાય ન થયો, ન થશે, ન થવાનો છે. એટલા માટે જેને શુદ્ધચિપની પ્રાપ્તિની અભિલાષા હેય તેમણે સદાય એનું જ ધ્યાન નિયમથી ધ્યાવવું જોઈએ. ભાવાર્થ-જે કે અનુપ્રેક્ષા (ભાવના) અને ધ્યાનમાં કાંઈ અંતર નથી પરંતુ બન્નેનાં ફળ ભિન્ન ભિન્ન છે. અનુપ્રેક્ષાનું ફળ એ છે કે અનિત્ય આદિ ભાવનાઓનું ચિંતવન કરવાથી વિષય પ્રત્યે ઉપેક્ષા બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અર્થાત્ વૈરાગ્યમાં દઢતા વધે છે, અને ધ્યાનનું ફળ એ છે કે ચિત્તને અનેક વિષયમાંથી હટાવીને એક સેય ઉપર સ્થિર કરે છે. ભાવના એટલે વારંવાર ચિંતવન કરવું અને તેનાથી મન સ્થિર થાય છે, મન સ્થિર થતા ઉપગ આત્મસ્વરૂપમાં લીન થાય છે. અર્થાત ભાવના કારણ છે ધ્યાન કાર્ય છે. શરીર, સંસાર, ભેગાદિના સ્વભાવેનું ચિંતવન કરવું, એના સ્વરૂપને વિચાર કરે, તેને અનુપ્રેક્ષા કહે છે. જ્ઞાનની વારંવાર અનુભવરૂપ ભાવના