________________
૨૪૮
અત્યત ઈચ્છા છે. તે ક્યારે મળે એ આશાથી સદાય મારું ચિત્ત ભટકતું ફરે છે.
यज्ञानंसरागेण चेतसा दुःखमंगिनः । निश्चयश्चविरागेण चेतसासुखमेव तत् ॥३०८॥ અર્થ- રાગી, દ્વેષી અને મહી ચિત્તથી જે પદાર્થોનું જ્ઞાન કરવામાં આવે છે, તે દુખ સ્વરૂપ છે. તે જ્ઞાનથી જીવેને દુઃખ ભોગવવું પડે છે. અને વિતરાગ, વિતષ અને વિતહ ચિત્તથી જે પદાર્થોનું જ્ઞાન થાય છે, તે સુખ સ્વરૂપ છે. તે જ્ઞાનથી સુખની પ્રાપ્તિ થાય છે. વિકલપ રહિત ચિત્તને એકાગ્ર કરવું તે સમાધિરોગ અને સર્વવિષયેથી હઠાવીને એકજ વિષય તરફ ઉપયોગને જેડે તેને ધ્યાન કહે છે. અનંત શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂ૫ પિતાના આત્માનું સ્વયે સ્વસંવેદનજ્ઞાનથી ધ્યાન કરવું. मुहुः पसार्य सज्ज्ञानं पश्यन भावान् यथास्थितान् । प्रीत्यप्रीती निराकृत्य ध्यायेदध्यात्मविन्मुनिः ॥३०९॥ અર્થ- વારંવાર સમ્યજ્ઞાનને વિસ્તાર કરીને અર્થાત નિર્મલ ઉપગને વારંવાર જોડીને તથા જે પદાર્થ જે સ્વરૂપે છે તેને તેજ સ્વરૂપે દેખતા થકા રાગદ્વેષને છોડી ને આત્માના અધિકાર રૂપ અધ્યાત્મ ભાવને જાણવાવાલા અધ્યાત્મજ્ઞાની મુનિ પિતાના શુદ્ધાત્મસ્વરૂપનું ધ્યાન કરે. યથાર્થ આત્માને અનુભવ કરવાથી પણું વર્તમાનમાં પરમાનંદ પ્રાપ્ત થાય છે અને ભવિષ્યમાં પણ નિત્ય પરમાનંદ સ્વરૂપ મેક્ષમાં પહોંચી જાય છે.