________________
અનંત સવભાવે ભિન્ન ભિન્ન અપેક્ષાથી યથાર્થ બતાવવાવાલી છે, પ્રત્યેક દ્રવ્ય અસ્તિરૂપ પણ છે, નાસ્તિરૂપ પણ છે. સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિરૂપ છે, પરવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ નાસ્તિરૂપ છે. એક વસ્તુની ભિન્ન સત્તા ત્યારે જ સિદ્ધ થશે કે
જ્યારે તેમાં અન્ય વસ્તુઓની સત્તા નાસ્તિત્વ અથવા અભાવરૂપ હેય તે પ્રમાણે પ્રત્યેક દ્રવ્ય નિત્યરૂપ છે, અનિત્યરૂપ પણ છે. દ્રવ્ય અર્થાત ગુણે સદા રહેવાની અપેક્ષાએ દ્રવ્ય નિત્ય છે અને તેની અથવા તેનામાં અવસ્થાએ નિત્ય બદલતી રહેવાની અપેક્ષાએ અનિત્ય છે. પ્રત્યેક દ્રવ્ય એકરૂપ છે, અનેકરૂપ પણ છે અર્થાત્ અનેક ગુણ પર્યાને સમુદાય રૂપ અખંડ દ્રવ્ય હેવાની અપેક્ષાએ દ્રવ્ય એકરૂપ છે, અનેક ગુણેથી સર્વત્ર વ્યાપક હોવા ની અપેક્ષાએ દ્રવ્ય અનેકરૂપ છે. આત્મા એક છે. અર્થાત્ આત્મા, જ્ઞાનાપેક્ષા જ્ઞાનરૂપ, વીર્ય ગુણ અપેક્ષા વીર્યરૂપ, ચારિત્ર ગુણ અપેક્ષા ચારિત્રરૂપ, સમ્યકત્વ ગુણ અપેક્ષા સમ્યકત્વરૂપ સુખ ગુણ અપેક્ષા સુખરૂપ ઈત્યાદિ પ્રમાણે જાણવું. હરેક સ્વભાવ ને સ્યાત્ અથવા કથંચિત્ અર્થાત્ કોઈ અપેક્ષાથી કહેવાવાલી હોવાથી તેને સ્યાદ્વાદવાણી કહે છે. અનેક અપેક્ષાઓ લગાડયા વિના દ્રવ્યનું યથાર્થ જ્ઞાન થઈ શકતું નથી, કારણ પ્રત્યેક દ્રવ્ય અનેક ધર્માત્મક છે અર્થાત્ સામાન્ય વિશેષાત્મક વસ્તુ નું સ્વરૂપ છે તે કેઈનું કરેલું નથી સ્વતઃ સિદ્ધ છે.
કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંત ધર્મવાળો કહ્યો છે તે તેમાં અનેક ધર્મો કયા કયા છે? તેને ઉત્તર:- વસ્તુમાં સત્પણ, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, ચેતનપણું, અચેતન