________________
અથવા સમ્યગ્દષ્ટિ થવાને ઉપાય છે અને ત્યાર પછી જ સાચે મેક્ષ માર્ગ શરૂ થાય છે અર્થાત શુદ્ધાત્માને અનુભવ કરે તે જ સાચો મોક્ષમાર્ગ છે. " વિશેષાર્થ- નમસ્કાર પૂજ્ય વ્યકિતને કરવામાં આવે છે અને આશીર્વાદ નાની વ્યકિતને દેવામાં આવે છે એટલે કેવલજ્ઞાનરૂપી સરસ્વતીને આશ્લેકમાં નમસ્કાર કરેલ છે. કારણ આચાર્ય દેવ કેવલજ્ઞાનના ધારક ન હતા, કેવલજ્ઞાનની પ્રાપ્તિ તેનું સાધ્ય હતું અર્થાત્ કેવલજ્ઞાન તેઓશ્રીને આરાધ્ય વિષય હતું તેથી કેવલજ્ઞાનની પ્રાર્થના કરવી અથવા તેની પ્રાપ્તિ માટે નમસ્કાર કર તેઓનું કર્તવ્ય હતું. પણ આચાર્યદેવ સમાજ અનુપમ વિદ્વાન કેવલજ્ઞાનને કદાપિ આશીવાદ આપી શકે નહી કારણ પદાર્થ પિતાની પાસે ન હોય અને જેની પિતાને જરૂર છે એવા પદાર્થ માટે પ્રાર્થના કરવામાં આવે છે.
આચાર્યશ્રીને આત્મ પદાર્થનું વિવેચન કરવું છે તેથી તેમને તેને માટે સ્યાદ્વાદ વિધાની જરૂર હોવાથી અથવા પિતાનામાં સ્યાદ્વાદવિધાના સ્વરૂપને પ્રકાશ થાય તેની પ્રાર્થના કરી છે. અનેક ધર્મોનું અધિષ્ઠાન છે એવા, અન્ય પદાર્થથી ભિન્ન આત્માના સ્વભાવને દેખાડવાવાલી અનેકાન્તથી બનેલી જિનવાણી તેને સાર અર્થાત્ સંપૂર્ણ અને નિદોષ સ્વભાવ જે નિત્ય (સ્વપરપ્રકાશનરૂપ) પ્રકાશરૂપ થાય એવી પાર્થના કરી છે. સ્યાદ્વાદવિયા નાનરૂપ છે એવા જ્ઞાનની પ્રાપ્તિ થયા વિના શુદ્ધ આત્મતત્વને પ્રકાશ થવો અશકય અથૉત્ દુપ્રાપ્ત છે.
શ્રી જિનવાણ કેવી છે? જે પરદ્રવ્યના ગુણ પર્યાયથી ભિન્ન શુદ્ધાત્માના સ્વરૂપને બતાવવાવાળી છે; તથા જેમાં વસ્તુના