________________
શ૦
બુદ્ધિથી પિતાના સમજે છે ત્યાં સુધી આ જીવ સંસારી છે; અને જ્યારે “મન, વચન, કાયા, એ ત્રણેને તથા એના નિમિત્તથી ઉત્પન્ન થએલ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિ વિકારાને તથા સ્ત્રી પુત્રાદિક બાહ્ય પદાર્થોને આ-જીવ પૂર્ણ રૂપથી આત્મબુદ્ધિએ ભિન્ન સમજી લે છે અથવા અનુભવ કરે છે ત્યારે મુક્તિનું પાત્ર બની જાય છે.
पश्यनिरंतरं देहमात्मनोऽनात्मचेतसा ।
अपरात्मधियाऽन्येषामात्मतत्वे व्यवस्थितः ॥२६॥ અર્થ - આત્મસ્વરૂપમાં સ્થિર થઈને પિતાના શરીરને નિરંતર આત્માથી ભિન્ન સમજવું જોઈએ, અર્થાત્ આ શરીર તે મારે આત્મા નથી તેમ દેખવું જોઈએ. અને સ્ત્રી, પુત્રાદિક, બીજા છના શરીરને એના આત્માથી ભિન્ન માનવું જોઈએ.
ભાવાર્થ- દેહની સાથે આત્માની અભેદબુદ્ધિ અનાદિ કાળથી થઈ રહી છે, નિરંતર ઉત્તમ ઉત્તમ ઉપદેશો મળવા છતાં પણ આ વ્યાહનું મટવું કષ્ટ સાથે સમજી આચાર્યદેવ વારંવાર જીવને યુક્તિઓથી સમજાવે છે કે હે જીવ! વિવેક્ષાભેદથી પુદ્ગલને પુદગલા અને આત્માને આત્મ સમજે જોઈએ. કર્મકૃત પાધિકભાવને પિતાને ભાવ ન સમજવો જોઈએ. અજ્ઞાનરૂપ અર્થાત રાગાદિપ અપરાધથી જીવને શરીરરૂપી કારાગ્રહમાં રહેવું પડે છે અને તે શરીરરૂપ વિભાવ પર્યાય કર્મોપાધિજનિત જીવની અવસ્થા છે, પણ સ્વભાવ નથી. તે નાશવંત છે પણ સ્થિર નથી.