________________
૨૮
તે પણ સ્વપરના ભેદવિજ્ઞાનથી તે કર્મોથી થયેલ મલિનતા ક્ષિણ વારમાં નાશ થઈ જાય છે. એટલા માટે જે મારા આત્મામાં
વપરનું નિર્મળ ભેદવિજ્ઞાન છે તે, ગમે તેટલાં કર્મ મારા આત્માને મલિન કેમ ન કરે! તે પણ મને કઈ પણ પ્રકારને તેને ભય નથી, એવો ભેદવિજ્ઞાની સદાય નિર્મળ વિચાર કરે છે.
प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानः । सूक्ष्मेऽन्तःसंधिबंधे निपतति रभसादात्मकर्मोभयस्य । आत्मानं मनमंतः स्थिरविशदलसद्धानि चैतन्यपूरे । बंधं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ ॥२८॥
તે
છે
અર્થ - આત્માનું અસાધારણ લક્ષણ શુદ્ધ ચૈતન્ય છે અને બંધનું લક્ષણ મિથ્યાત્વ રાગાદિક ભાવ છે. આત્મા અને બંધ એ બન્નેને ભિન્ન કરવામાં શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ ભેદજ્ઞાન રૂપ નિર્મળ પ્રજ્ઞા એજ તીક્ષણ છીણી છે. જે ચતુર પુરુષ છે તે અતિશય સાવધાન (પ્રમાદ રહિત) થઈ ને આત્મા અને કર્મ એ બન્નેના અંતરંગ સૂમ મધના સંધિ બંધન છે, તેમાં કઈ પણ પ્રકારે બહુજ યત્ન પૂર્વક તે પ્રજ્ઞા રૂપી છીણને શીધ્ર પટકે છે અને તે છીણું એવી રીતે પડે છે કે, સર્વ તરફથી આત્મા અને બંધને ભિન્ન ભિન્ન કરી નાખે છે અને આત્માને તે અંતરંગમાં સ્થિર, અને સ્પષ્ટ પ્રકાશ રૂપ દેદીપ્યમાન તેજવાળા ચૈતન્ય પ્રવાહમાં મગ્ન કરે છે, તથા બંધને અજ્ઞાન ભાવમાં નિશ્ચળ (નિયત) કરે છે.