________________
રહ
ભાવાર્થ- આત્મા અને બંધ એ બન્નેને લક્ષણ લેતથી ભિન્ન જાણી, બુદ્ધિ રૂપી છીણીથી છેદી જુદા જુદા કરવા, કેમકે આત્મા તે અમૃતીક છે અને બંધ સૂમ પાળ પરમાણુઓ ને સ્કંધે છે એટલા માટે એ બન્ને અજ્ઞાનીના જ્ઞાનમાં જુદા નથી દેખાતા એક સ્કંધ રૂપ દેખાય છે, તેજ અનાદિ નું અજ્ઞાન છે. આત્માને અનાદિ બંધ જ્ઞાનાવરણાદિ કર્મ છે, તેમનું કાર્ય ભાવબંધ તે રાગાદિ છે, અને નેકમ શરીરાદિક છે. માટે ભેદવિજ્ઞાન વડે આત્માને, નકર્મ (શરીરાદિ) થી દ્રવ્યકર્મ (જ્ઞાનાવરણદિક) થી, તથા રાગાદિભાવકર્મથી ભિન્ન એક નિજ ચૈતન્યભાવમાત્ર અનુભવી જ્ઞાનમાં જ લીન રાખવે તે જ આત્માને બંધનું ભિન્ન કરવું છે અર્થાત્ સ્વાત્માનુભવમાં લીન થઈ જવું તે જ ખરેખર મોક્ષને ઉપાય છે. માત્ર જાણ લેવાથી કાર્યની પૂર્તિ થશે નહીં પણ પુરુષાર્થથી સ્વાનુભવને અભ્યાસ કરવું જરૂરી છે, માટે શ્રીસશુરુઓને સદુપદેશ સાંભળી એ બન્નેનું લક્ષણ જુદું જુદું અનુભવ કરી જાણવું કે ચેતન્ય માત્ર તે આત્માનું લક્ષણ છે અને રાગાદિક બંધનું લક્ષણ છે. એ બન્ને
યજ્ઞાયક ભાવની અતિ નિકટતાથી એક સરખા થઈ રહેલ છે, દેખાય છે. માટે તીક્ષણ બુદ્ધિરૂપી છીણીએ બન્નેને જુદા જુદા કરવામાં જે શસ્ત્ર છે તેનાથી એ બન્નેની સંધિને દેખી સાવધાન નિષ્પમાદ) પૂર્વક નાખવી, એના પડવાથી જ બન્ને અલગ અલગ દેખાવા લાગશે ત્યારે આત્માને તે જ્ઞાન ભાવમાં-રાખવે અને બંધ ભાવને અજ્ઞાન ભાવમાં રાખે એવી રીતે બન્નેને ભિન્ન કરવા,
વિશેષાર્થ-જ્ઞાન તે ચેતનસ્વરૂપ છે અને રાગાદિક પુદગલના