________________
૨૧૭
આ-જીવને શરીરના સંબંધથી જ ભેગવવી પડે છે, ભેદજ્ઞાનના બળે શરીરથી મમત્વ છૂટી આત્મસ્વરૂપમાં આનંદમગ્ન થઈ જાય છે. તે સમયે તે સર્વે આપત્તિઓથી છૂટી જવાના કારણે જીવને એક અલૌકિક સુખ પ્રાપ્ત થાય છે; અને પોતાની પરમસુખદાયિની નિર્મળ ભેદ-ભાવનાની દઢતાને લઈ આ-જીવ કાયકલેશાદિ બાર પ્રકારના તપથી શરીરને ઈરાદાપૂર્વક કૃષ કરે છે અને તેમાં સફળતા પામવાથી આનંદ માને છે, તે કારણે એને તપશ્ચરણ, ઉપસર્ગાદિકમાં જરા પણ ખેદ થતું નથી. सुखमारब्धयोगस्य बहिर्दुःखमथात्मनि ।
बहिरेवासुखसोख्यमध्यात्म भावितात्मनः ॥२६७॥ અર્થ:- જે ભવ્ય પુરુષ શુદ્ધાત્મસ્વરૂપની ભાવના કરવાને પ્રથમ જ પ્રારંભ કરે છે તેને પૂર્વ સંસ્કારના કારણથી બાહ્ય વિષયમાં સુખ અને આત્મ વિચારમાં દુખ માલુમ પડે છે; અને જે નિરંતર ભાવના કર્યા કરે છે તેને આત્મસ્વરૂપને પ્રતિભાસ થઈ જાય છે, તેથી તેને બાહા વિષયમાં દુઃખ અને આત્મ ચિંતવનમાં સુખને અનુભવ થવા લાગે છે. ભાવાર્થ- આત્મચિંતવન પ્રારંભ કરવા છતા પણ જ્યાં સુધી ભાવના કરવાવાળાને આત્મસ્વરૂપને અનુભવ નથી થતો ત્યાં સુધી તેને આત્મિક આનન્દ ન આવવાથી બાહા વિષયે મને હર જણાય છે અને આત્મ વિચાર કરે, તે એને એક જાતની દુઃખરૂપ ઉપાધિ જણાય છે. પણ જ્યારે એને અભૂતપૂર્વ ( પૂર્વે કઈ કાળે નહિ અનુભવેલ) પરમાનન્દમય આત્મસ્વરૂપને અનુભવ થવા લાગે