________________
૨૩
શરીરના એકત્વની જે બ્રાન્તિ તને થઈ છે તે જલ્દી છુટી જશે. અથવા હે આત્મન! તને અનાદિકાલથી આ શરીરની સાથે એકીભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે તે એકીભાવ છેડીને એક મુહૂર્ત સુધી (શરીરને છડી) આત્માને પાડેશી બની જા. અર્થાત્ ભિન્ન રૂપથી વિદ્યમાન તારી આત્માને અનુભવકર. આ અનુભવથી તારો શરીર સાથે એકત્વભાવ શીધ્ર છુટી જતાં તુ નિજ પદને પ્રાપ્ત થઈશ માટે એને વિચાર, એનું જ ધ્યાન એની લીલામાં પરમરસનું પાન કરે અને રાગ દ્વેષ મય સંસારનું ભટકવું છેડી, મેહને નાશ કરીને સિદ્ધ પદની પ્રાપ્તિ કરે.
छिद्यतां भिद्यतां यातु क्षयं योगिन् इदं शरीरम् ।
आत्मानं भावय निर्मलं येन प्राप्नोषि भवतीरम् ॥२७५॥ અર્થ - હે ગી! આ દેહ ભલે છેદાઈ જાય, બે ટુકડા થઈ જાય, અથવા ભેદાઈ જાય, છેદ સહિત થઈ જાય, છેવટે ભલે નાશને પ્રાપ્ત થઈ જાય, તેપણ તું ભય ન કરમનમાં જરાપણ બેદ ન લાવ, કિન્તુ તું તારા નિર્મળ આત્માનું જ ધ્યાન કર. અર્થાત વીતરાગ, ચિદાનંદ, શુદ્ધસ્વભાવ તથા ભાવકર્મ, દ્રવ્યકમ અને કર્મથી રહિત પોતાના શુદ્ધાત્મસ્વરૂપનું ચિંતવન કર, કેમકે તે પરમાત્માના ધ્યાનથી જ તું ભવ સાગરને પાર પામીશ.
विरम किमपरेणाकार्यकोलाहलेन । . स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम् ।