________________
૧૯
અનુભવ કરવા લાગે છે, ત્યારે તેને બાહ્ય ઈન્દ્રિયવિષય સુખ દુ:ખરૂપ લાગતા તે તેનાથી અલિપ્ત રહે છે.
जीवोsन्यः पुद्गलश्चान्य इत्यसो तत्त्व संग्रहः । यदन्यदुच्यते किंचित् सोऽस्तु तस्यैव विस्तरः || २६८॥
અર્થા:- જીવ, દેહાર્દિ પુદ્ગલથી ભિન્ન છે અને દેહાદિ પુદ્ગલ પણ જીવથી ભિન્ન છે. આજ તત્ત્વના સંગ્રહ છે અને તેનાથી ભિન્ન જે કાંઇ અન્ય છે, અર્થાત્ તેઓના ભેદ પ્રભેદ રૂપ
વિસ્તાર છે.
ભાવાર્થ:- સત્ છે તેજ તત્ત્વ છે પણ સત્ તત્ત્વનું યથા જ્ઞાન પ્રધાને થઈ શકતુ નથી; તેથી તેના ભેદરૂપ ચેતન અને અચેતન એમ એ તત્ત્વા સ્વીકારવામાં આવ્યા છે. ચેતનથી અચેતન તત્ત્વ સદા ભિન્ન છે અને ચેતન કદી પણ અચેતન થઈ શકતુ` નથી. ચેતનાના જ્ઞાનદર્શનાદિ ભેદ છે જ્ઞાનદર્શનના મતિજ્ઞાનાદિ, ચક્ષુદ નાદિ ભેદ છે એ પ્રમાણે (પ્રત્યેકે) ચેતનાના ઘણા વિસ્તાર થઈ શકે છે. અજીવ પુદ્ગલાદિ ના અણુ સ્કંધ આદિ લે છે. આ જગત ચેતન અચેતનની લીલાથી ભરપુર છે; અર્થાત્ આખુ જગત ચેતન અને અચેતનની અંતર્યંત છે. એવા જગતમાં કાઈ પદાર્થ નથી જે ચેતન અને અચેતન બન્નેમાંથી એક ન હાય; તથા જ્ઞાનદર્શનાદિ અને શરીરાદિક જે કાંઇ ભેદ પ્રભેદ છે તે, આ બન્ને તત્ત્વના સંગ્રહના વિસ્તાર છે.
किमिदं कीदृशं कस्य कस्मात्क्केत्यविशेषयन् ।
स्वदेहमपि नावैति योगी योगपरायणः ॥ २६९ ॥