________________
અને દર્શનમેહનીય કર્મ પ્રકૃતિ દ્રવ્ય મિથ્યાત્વ છે. સંયમ ન પાળવારૂપ પરિણામ તે ભાવઅસંયમ છે અને અપ્રત્યાખ્યાનાવરણઆદિ ચારિત્રમેહનીય કર્મ દ્રવ્ય આયમ છે. ક્રોધ, માનાદિ અશુદ્ધભાવ, ભાવકષાય છે. અને ક્રોધ, માનાદિ ચારિત્રમેહનીય કર્મ દ્રવ્યકષાય છે. આત્માની ગ શક્તિનું અશુદ્ધ પરિણમન અથવા આત્માના પ્રદેશનું હલન ચલન, તે ભાવ ગ છે. અને શરીર, અંગપાંગ, પર્યાપ્તિ, સ્વર આદિ નામકર્મ દ્રવ્યગ છે. (કર્મને કર્મને ગ્રહણ કરવાની જીવન શકિત વિશેષને ભાવભેર કહે છે અને આત્મ પ્રદેશના પશિસ્પંદને દ્રવ્ય યુગ કહે છે તે ફલ દાન શકિતની અપેક્ષાથી કથન નથી પણ ગ્રહણની એપેક્ષાથી કથન છે છતાં બન્નેને અર્થ વિવક્ષાભેદે એક જ થાય છે, જ્યારે આત્મા નિર્વિકલ્પ સમાધિમાં લીન રહે છે ત્યારે કર્મ ઉદયમાં આવીને ફલ આપ્યા વિના ખરી જાય છે; એથી દીર્ઘ નવીન કર્મોને બંધ થતું નથી પણ અલ્પસ્થિતિ બંધ થાય છે તે અબુદ્ધિપૂર્વક થતું હોવાથી બંધમાં ગણવામાં આવ્યું નથી. તે ૭થી ૧૦ માં ગુણસ્થાન સુધી જાણો પરંતુ જ્યારે સ્વસ્વરૂપમાં તન્મય નથી થતા ત્યારે મેહનીયકર્મને ઉદય વિદ્યમાન હોવાથી આત્મા પિતે રાગ દ્વેષ મેહભાવરૂપ પરિણમે છે, ત્યારે તે વિભાવભાવ નવીન દ્રવ્યકર્મોને બંધ થવામાં કારણભૂત થાય છે એમ જાણવું. માટે ભવ્ય આત્માએ પિતાના આત્મસ્વરૂપમાં તન્મય રહેવાને પુરુષાર્થ કર એગ્ય છે. कर्मभिन्नमनिशं स्वतोऽखिलं पश्यतो विशदबोधचक्षुषा । तत्कृतेऽपि परमात्मवेदिनो योगिनो न सुखदु:खकल्पना ॥२६५॥