________________
૨૧૪
તે દ્રવ્યર્મ છે અને તે વ્યપિંડમાં ફળ આપવાની જે શક્તિ છે તે ભાવકર્મ છે; પરંતુ એ શકિતનું વ્યક્તિ પણ (પ્રગટ પણું) જીવના સંબંધથી થાય છે એથી એને જીવને વિભાવ ભાવ પણ કહે છે, કેમકે દ્રવ્ય કોધના ઉદય વિના ભાવક્રોધ જીવમાં. નથી થઈ શક્ત, એટલા માટે શુદ્ધ જીવના સ્વભાવથી ભિન્ન છે. પુદગલ રૂપી દ્વવ્યક્રોધ છે એના ઉદયથી ઉત્પન્ન થએલ જે ક્ષમાના અભાવરૂપ ભાવ તે ક્રોધ છે. તે ક્રોધ, માન, માયા, લોભ આદિ પ્રગટરૂપ ભાવેને જીવ સંબંધી ભાવકર્મ કહે છે તથા પુદગલ પિંડ જે ઉદયમાં આવે છે એમાં જે રસ આપવાની શક્તિ છે એને પુદ્ગલ દ્રવ્યકર્મ રૂપ ભાવકર્મ કહે છે.
દષ્ટાંત –જેમ મીઠી અથવા કડવી આદિ સ્વાદિષ્ટ વસ્તુનું જ્યારે ભક્ષણ કરવામાં આવે છે, ત્યારે તે ખાનાર છવને મધુર અથવા કડવા આદિ સ્વાદને પ્રગટ વિ૯૫ રૂપ જીવ સંબંધી ભાવ થાય છે, તે ભાવની વ્યકતતા અર્થાત્ પ્રગટ થવાનું કારણ મીઠો અથવા કડવી આદિ દ્રવ્યની અંદર રહેવાવાળી મીઠા અથવા કડવા પણાની શક્તિ છે, તે છે કે પુલ દ્રવ્ય સંબંધી છે અને તે શક્તિને પુગળનું ભાવકર્મ કહે છે. મિયાદન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રનું કારણ મિથ્યાત્વ કષાયાદિ કર્મોને ઉદય છે. પુગળ પિંડમાં જે ફળ આપવાની શક્તિ છે એને પણ ભાવકર્મ કહે છે અને જીવમાં એના ઉદયથી જે ભાવ થાય છે અને જીવના ભાવકર્મ કહે છે. જીવ સંબંધી વિભાવ ભાવ તે ચેતન છે અને પુદ્ગલમય દ્રવ્ય કર્મ સંબંધી પ્રકૃતિ અચેતન-જડ છે. અસત્શ્રદ્ધાનરૂપ ભાવ, તે ભાવમિથ્યાત્વ છે