________________
૨૦૯
न जानन्ति शरीराणि सुखदु:खान्यबुद्धयः । निग्रहानुग्रहधियं तथाप्यत्रैव कुर्वते ॥२५९॥ અર્થ છે કે દારિકાદિક શરીર જડરૂપ હેવાથી સુખ દુઃખને નથી જાણતા, તે પણ મૂઢ બહિરાત્મા શરીરાદિ પર રાગ, દ્વેષવશ ભૂખે મરીને શરીરને દુઃખ દેવા ઈચ્છે છે; તથા રાગ વશ અનેક પ્રકારના ભૂષણ-વસ્ત્ર પહેરી શરીરને સુખી કરવા ઈચ્છે છે. ભાવાર્થ- અંતર આત્મા (જ્ઞાની) વિચારે છે કે-જુઓ આ સંસારી પ્રાણી કેવા મૂઢ છે કે, જે શરીર જડ રૂપ છે, એને પણ રાગ દ્વેષ વશ સુખી દુખી કરવાની ચેષ્ટા કરે છે. અજ્ઞાની શરીરને અલંકૃત કરી પિતાને સુંદર માને છે અને જ્ઞાની સમ્યજ્ઞાનાદિથી આત્મા ને અલંકૃત કરે છે. અજ્ઞાની ભેજનાદિને ત્યાગ કરી શરીરને દુઃખ આપે છે, જ્ઞાની ભેજન પ્રત્યેની ઈચ્છાને ત્યાગ કરી આત્માને (ઉપવાસાદિથી) શુદ્ધ કરે છે.
खबुद्धया यावद्गृएहस्यात् कायवाक्चेतसां त्रयम् संसारस्तावदे तेषां भेदाभ्यासे तु निर्दृतिः ॥२६०॥ અર્થ - જ્યાં સુધી મન-વચન-કાયાને આત્મ બુદ્ધિથી ગ્રહણ કરવામાં આવશે ત્યાં સુધી સંસાર છે. અને મન, વચન, કાયાને આત્માથી જુદા હેવાને અભ્યાસ કરવામાં આવશે ત્યારે જ જીવની મુક્તિ થાય છે.
ભાવાર્થ- જયાં સુધી આ જીવ મન, વચન, કાયા અને એના નિમિત્તથી થવાવાળા રાગાદિક વિકાર અને અન્ય બાા કાર્યોને